નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું જિલ્લા ભાજપ દ્વારા શાનદાર સ્વાગત
જિલ્લાના 20,000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા, પ્રભારી ધવલ દવે, જિલ્લા અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાનું સફળ આયોજન
રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા માર્ગદર્શન હેઠળ તેમજ મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાની આગેવાની હેઠળ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ગુજરાત રાજ્યના પ્રવાસ અંતર્ગત તાજેતરમાં રાજકોટ જીલ્લા ખાતે પધારેલ હતા.
આ તકે કુવાડવા ખાતે સ્વાગત અભિવાદન સમારોહમાં 5000 કરતા વધુ કાર્યકર્તાઓ જોડાયા અને હીરાસર એરપોર્ટથી રેસકોર્ષ સુધી 1500 કરતા વધુ કારના કાફલા તેમજ ફ્લેગ અને વેલકમ પ્રદેશ અધ્યક્ષના સ્ટીકરો તેમજ 500થી વધુ બેનરો અને હોર્ડીંગો સાથે અતિ ભવ્યાતિભવ્ય રેલી અને સ્વાગત સ્થળ ભારતીય પરંપરા મુજબ દેશની આન-બાન અને શાન, વંદે માતરમના ગાન સાથે ભારતમાતાના પ્રતિક રૂૂપે બાળાઓ તેમજ 100 કરતા વધુ બહેનોએ ભારતીય સંસ્કૃતિના સાડી અને સાફા જેવા પરિધાનમાં ભાતીગળ રીતે અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની પ્રણાલી મુજબ બુક્સ અને સાહિત્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમમાં જુદા-જુદા વિભાગના ઈન્ચાર્જોની નિમણુક કરી કાર્યક્રમનું માઈક્રો પ્લાનિંગ કરી રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટ જીલ્લા ભાજપ ટીમ, જીલ્લા મોરચાના હોદેદારો, મંડલના હોદેદારો તથા બુથ સુધીના અગ્રણી તેમજ સીનીયર કાર્યકર્તાઓનો પોતાનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માનથી પ્રભાવિત થઇ આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.
તેમજ રાજકોટ જીલ્લા ભાજપ ટીમે પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહની ભવ સફળતા બદલ દેવદુર્લભ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ રાજુભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકીની યાદીમાં જણાવે છે.