રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચામુંડાનગરમાંથી મૃત હાલતમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

05:39 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

શહેરના માયાણીનગર વિસ્તારનાં એક જાહેર શૌચાલય નજીકથી નવજાત બાળકી મળી આવતા બનાવનાં જાણકારોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. માલવીયાનગર પોલીસ સ્ટાફે ભ્રુણને દવાખાને ખસેડી માતાને શોધવા કવાયત આદરી છે.

Advertisement

આ બાબતે મળેલી વિગતો મુજબ શહેરનાં માલવીયાનગર વિસ્તારના પેટા વિસ્તાર માયાણીનગરનાં ચામુંડા સોસાયટી શેરી નં.2ના ખુણે નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા જાગૃત લોકોએ પોલીસને જાણ કરી હતી.
દરમિયાન માલવીયા નગર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બાળકીની લાશ સિવિલ હોસ્પીટલે ખસેડયો છે.પોલીસે જણાવ્યુ હતું કે જયાંથી મૃત બાળકી મળી તે જગ્યાની આજુબાજુનાં સીસી કેમેરા તપાસીને પાપ છુપાવવાનો અરેરાટી ભર્યો પ્રયાસ કરનાર માતાની શોધખોળ આદરાશે.

Tags :
gujaratgujarat newsNewborn baby girlrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement