For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા વર્ષની ભેટ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત 26 IASને પ્રમોશન

03:43 PM Jan 01, 2025 IST | Bhumika
નવા વર્ષની ભેટ  રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત 26 iasને પ્રમોશન

રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 આઇએએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે. આ 26 આઇએએસમાંથી 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 23 આઈપીએસ અધિકારીનાં

Advertisement

મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર થયા છે. પોલીસ ભરતી બોર્ડનાં ડિરેક્ટર જનરલ નીરજા ગુટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે. ગૃહ વિભાગનાં સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. ગૃહ સચિવ નિપુણા તોરવણેને એડીજીપી કક્ષાએ બઢતી આપવામાં આવી હતી.

પ્રમોશનમાં નીરજા ગોટરુ, એડીજીપીને પોલીસ ભરતી બોર્ડને ડીજીપી, પોલીસ ભરતી બોર્ડ, નિપુણા તોરવણે, સચિવ, ગૃહ એડીજીપી, ગૃહ, હિતેશ જોયસર, એસપીને સુરત ગ્રામ્ય ડીઆઈજી, સુરત ગ્રામ્ય, તરુણ દુગ્ગલ, એસપીને મહેસાણા ડીઆઈજી, મહેસાણા, ચૈતન્ય માંડલિક, એસપીને સીઆઇડી ક્રાઇમ ડીઆઈજી, સીઆઇડી ક્રાઇમ, સરોજકુમારી, એસપીનો પશ્ચિમ રેલવે ડીઆઈજી, પશ્ચિમ રેલવે, આર.વી. ચુડાસમા, કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-9ને વડોદરા ડીઆઈજી, એસઆરપીએફ ગ્રુપ-9, વડોદરા, આર. પી. બારોટ, ડીસીપીને ઝોન-5, સુરત એડિ. કમિશનર, ઝોન-5, સુરત, ડો. જી. એ. પંડ્યા, એસપીને સુરેન્દ્રનગર ડીઆઈજી, સુરેન્દ્રનગર, રાજન સુસરા, એસપીને મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, હજીરા ડીઆઈજી, મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, હજીરા, સુધા પાંડે, કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-13, રાજકોટને ડીઆઈજી, એસઆરપીએફ ગ્રુપ-13, રાજકોટ, સુજાતા મજમુદાર, ડે. ડિરેક્ટરને સ્ટેટ પોલીસ એકેડેમી જોઈન્ટ ડિરેક્ટર, સ્ટેટ પોલીસ એકેડેમી.

Advertisement

સિલેક્શન ગ્રેડમાં સુધીર દેસાઈ (એસપી, ઇન્ટેલિજન્સ, ગાંધીનગર), બલરામ મીણા (ડીસીપી ઝોન-1, અમદાવાદ), ડો. કરણરાજ વાઘેલા (એસપી, વલસાડ), એસ. વી. પરમાર (ડીસીપી ઝોન-1) રાજકોટ સિટી, એ. એમ. મુનિયા, કમાન્ડન્ટ (એસઆરપીએફ ગ્રુપ-5, ગોધરા)નો સમાવેશ થાય છે.

જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં ડો. રવીન્દ્ર પટેલ (કાર્યકારી નિયામક પો. હા.), શેફાલી બરવાલ (એસ.પી. અરવલ્લી), પ્રેમસુખ ડેલુ (એસપી જામનગર) પ્રવીણ કુમાર (એસપી. સીબીઆઇ દિલ્હી), અમિત વસાવા (એસપી. સીબીઆઇ મુંબઈ), બી. આર. પટેલ (કમાન્ડન્ટ, મેટ્રો સિક્યોરિટીનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement