ખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેર
પિયત અને બિનપિયત માટે હેકટર દીઠ 12000થી 22000ની મર્યાદામાં સહાય મળશે
રાજય સરકાર પાંચ જીલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે કૃષિમંત્રી જીતુભાઈ વાધાણીએ કહ્યુ કે, દિવાળીના તહેવારોમાં પણ મુખ્યમંત્રી એ ખેડૂતોની ખાસ ચિંતા કરીને અધિકારી ઓ સાથે બેઠકો યોજી છે તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે કૃષિ વિભાગ અને અમે ચર્ચા કરીને એમનુ પણ માર્ગદર્શન મેળવ્યુ છે અને આ મહત્વનો નિર્ણય કર્યો છે.
કૃષિમંત્રી જીતુભાઈ વાધાણીએ ઉમેર્યુ કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર- 2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય રૂૂપ થવા SDRF ની જોગવાઈ મુજબ રૂૂ.563 કરોડ રાજ્ય બજેટ માંથી કુલ રૂૂપિયા રૂૂ.384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં 5 જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચૂકવાશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં આવનાર છે. જેમાં જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જીલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળ્યા છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું છે.
કૃષિમંત્રી જીતુભાઈ વાધાણીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ 5 જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે SDRF ની જોગવાઈ મુજબ રૂૂ.563 કરોડ અને રાજય સરકાર દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટ માંથી કુલ રૂૂપિયા રૂૂ.384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છ વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પુરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ/નિવારણ માટેFlood Mitigation Measures તરીકે ખાસ પ્રોજેક્ટ (Special Project) રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવાનું નક્કી કરેલ છે આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યા ના નિવારણ માટે રાજયમાં સૌ પ્રથમવાર અલગથી રૂૂ.2500 કરોડની જોગવાઈ કરવામાં આવશે અને વધુ જરૂૂર પડશે તો રૂૂ.5000 કરોડ કે તેથી વધુની જે જરૂૂર પડે એની પણ જોગવાઈ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પાક નુકસાની સહાય નિયત કરેલા ધોરણો મુજબ રહેશે
અ) ખરીફ 2025-26 ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33 % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂૂ.8,500/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂૂ.3,500/- એમ કુલ રૂૂ.12,000/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2(બે) હેકટરની મર્યાદામાં સહાય. બ) વર્ષાયુ/પિયત પાકોના 33 % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂૂ.17,000/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂૂ.5,000/- એમ કુલ રૂૂ.22,000/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2(બે) હેકટરની મર્યાદામા સહાય. ક) બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂૂ.22,500/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂૂ.5,000/- એમ કુલ રૂૂ.27,500/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2(બે) હેકટરી મર્યાદામાં સહાય. ડ) આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટ માંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂૂ.20,000/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2(બે) હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
