For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.12 સાયન્સના નવા ટાઇમ ટેબલથી ‘નીટ’ની તૈયારીમાં 7 દિવસનો ઘટાડો

03:29 PM Dec 06, 2025 IST | Bhumika
ધો 12 સાયન્સના નવા ટાઇમ ટેબલથી ‘નીટ’ની તૈયારીમાં 7 દિવસનો ઘટાડો

ધુળેટીના કારણે 4ને બદલે 16 માર્ચના લેવાનાર છે બાયોલોજીનું પેપર

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પેપર રાખવામાં આવ્યા બાદ ભૂલ સુધારી રિવાઇઝ્ડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું. જોકે તેમાં ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓની પરીક્ષા 13ને બદલે 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે અને આ વખતે મેડિકલના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશન માટેની NEETની પરીક્ષા 4ને બદલે 3મે ના લેવાઈ રહી છે.

ગત વર્ષે બોર્ડની પરીક્ષા 10 માર્ચે જ પૂર્ણ થઈ ગઈ હતી. જેથી ગત વર્ષની તુલનામાં આ વખતે NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને રીવિઝન માટેનો 7 દિવસનો ઓછો સમય મળશે. NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને 80 ચેપ્ટર ભણવાના આવતા હોય છે. જેમાં તેઓ દરરોજના એવરેજ 5 ચેપ્ટર રીડિંગ કરતા હોય છે એટલે સાત દિવસના 35 ચેપ્ટરનું રિમિશન લઈ થઈ શકે. જેથી વાલીઓ માંગ કરી રહ્યા છે કે મેડિકલના વિદ્યાર્થીઓને તેના જીવનની સૌથી મોટી અને મહત્વની ગણાતી આ પરીક્ષામાં રીડિંગ માટેનો વધુ સમય મળે તે માટે બોર્ડની પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવે.

Advertisement

જેને લીધે દર વર્ષે બોર્ડની પરીક્ષા 10 કે 11 માર્ચે પૂરી થઈ જતી હોય છે તે આ વર્ષે 16મી માર્ચે પૂર્ણ થશે. આ સાથે જ NEETની પરીક્ષા કે જેના આધારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મળતું હોય છે તે એક્ઝામ પણ 4ને બદલે 3મે ના રોજ લેવાશે. જે થોડી વહેલી છે અને તેને કારણે વિદ્યાર્થીઓને રિવિઝનનો સમય ઘટી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement