For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂા. 336.86 કરોડની નવી યોજના, 7 નવા ફાયર સ્ટેશન બનશે

04:22 PM Jan 31, 2025 IST | Bhumika
રૂા  336 86 કરોડની નવી યોજના  7 નવા ફાયર સ્ટેશન બનશે

11 નવી ટીપી સ્કીમ, રામવન પાસે બોટનીકલ ગાર્ડન, શહેરના કુવાડવા રોડ-ગોંડલ રોડ અને જામનગર રોડ પર પ્રવેશદ્વાર બનાવવાની યોજના

Advertisement

વોર્ડ નં. 10 અને 11મતાં બે નવી લાયબ્રેરી, કોઠારિયામાં બે સ્થળે બલ્ક કલવર્ટ, વગડ ચોકડીથી ટીલાળા ચોક સુધીનો પાળ રોડ સી.સી. બનશે

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના આજે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાં કુલ રૂા. 336.86 કરોડની નવી યોજનાઓ માટે દરખાસ્ત કરી છે તેમાં સફારી પાર્ક, સીએનજી બસ ડેપો અને ચાર્જીંગ સ્ટેશન, 45 મેગા વોટનો સોલાર પાવર પ્રોજેક્ટ, 11 નવી ટીપી સ્કીમ બનાવવી, ફૂડ લેબોરેટરી બનાવવી, 10 નવી આંગણવાડી બનાવવી, બે નવા ઢોર ડબા અને ત્રણ નવી એનિમલ હોસ્ટેલ બનાવવી તેમજ સાત નવા ફાયરસ્ટેશન બનાવવાનો સમાવેશ થાય છે. જ્યારે સફારી પાર્ક પ્રોજેક્ટ માટે ચાલુ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરમાં ફાયર સલામતીની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. અને શહેરમાં નવા સાત ફાયર સ્ટેશન ઉભા કરવા માટે રૂા. 152 કરોડના ખર્ચની દરખાસ્ત કરાઈ છે.
આ સિવાય આજીડેમથી રામવન તરફ જવાના રસ્તે બોટનીકલ ગાર્ડન માટે રૂા. 3.45 કરોડ, શહેરના કુવાડવા રોડ, જામનગર રોડ તથા ગોંડલ રોડ ઉપરના પ્રવેશ દ્વારા બનાવવા રૂા. બે કરોડ, વોર્ડ નં. 10 માં નવી લાયબ્રેરી બનાવવા રૂા. 1.71 કરોડ, વોર્ડ નં. 11માં કણકોટ મેઈન રોડ ઉપર લાયબ્રેરી બનાવવા રૂા. 7 કરોડ, કોઠારિયા મેઈન રોડ ઉપર રણુજા મંદિર તથા કોઠારિયા સ્મશાન પાસે ખોખડદડ નદી પર બે પુલ બનાવવા રૂા. 3 કરોડ, જૂના કોજવેના રિનોવેશન માટે રૂા. બે કરોડનો ખર્ચ અંદાજાયો છે.

જ્યારે વોર્ડ નં. 11માં વગડ ચોકથી ટીલાળા ચોક સુધીનો પાળરોડ સીસી રોડ બનાવવા રૂા. 7 કરોડ, વોર્ડ નં. 9 માં મુંજકાથી રીંગરોડને જોડતો 18 મીટરના રોડ માટે રૂા. 8 કરોડ, વોર્ડ નં. 9 માં ફર્નબાલ્ટથી ઈસ્કોન મંદિર સુધીના રોડ ડેવલપ કરવા રૂા. 7 કરોડ અને વોર્ડ નં. 12 માં પુનિત નગરથી રસુલપરા, કાંગશિયાળી રોડને જોડતા ડબલ ટ્રેઊંક રોડ બનાવવા રૂા. પાંચ કરોડની જોગવાઈ કરાઈ છે.

બે ઢોર ડબ્બા અને ત્રણ એનિમલ હોસ્ટેલ બનશે

શહેરમાંથી પકડવામાં આવતાં પશુઓને રાખવા માટેની ક્ષમતા વધારવા તથા રખડતાં પશુઓનાં ઝડપથી નિરાકરણ થાય તે હેતુથી શહેરની ત્રણે બાજુ ઢોર ડબ્બા હોય તે જરૂરી હોય, વધુ 1000-1000 પશુઓની ક્ષમતાં વાળા નવા 2 (બે) ઢોર ડબ્બા બનાવવામાં આવશે. રખડતાં ઢોરનાં પ્રશ્નનો ઉકેલ માનવિય અભિગમથી લાવવો જરૂરી હોય, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા-જુદા ચાર સ્થળોએ એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલ છે. ઉપરોક્ત એનિમલ હોસ્ટેલ ઉપરાંત વધુ 3 (ત્રણ) જગ્યાએ (1) કોઠારિયા (નવી) (2) રૈયાધાર (નવી) તથા (3) સોખડા ખાતે નવી એનીમલ હોસ્ટેલ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવેલ છે. ઉપરોક્ત ત્રણે નવી એનીમલ હોસ્ટેલમાં અંદાજીત 3000 પશુઓનો સમાવેશ થઇ શકશે.

45 મેગા વોટ સોલાર પાવર પ્લાન્ટ
રાજકોટ મહાનગરપાલિકા માટે સોલાર પ્લાન્ટની 45 MWની કેપેસિટી ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 50% ખર્ચ રાજ્ય સરકાર અને 50% ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહન કરવામાં આવશે. 45 ખઠ કેપેસિટી માટે કુલ ખર્ચનો પ્રાથમિક અંદાજ રૂૂ. 261.00 કરોડ છે, જેમાંથી રાજકોટ મહાનગરપાલિકાનો 50% હિસ્સો રૂૂ. 130.50 કરોડ રાજકોટ મહાનગરપાલિકાએ ખર્ચ કરવાના રહેશે. જે અંતર્ગત રૂૂ. 10 કરોડની બજેટ જોગવાઈ વર્ષ 2025-26 માટે કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ બે વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

11 નવી ટીપી સ્કીમ તૈયાર થશે
ડી.આઈ.એલ.આર. કચેરીમાંથી તાજેતરમાં મોટામવા વિસ્તારની 1 (એક) તથા ઘંટેશ્વર વિસ્તારની 1 (એક) સૂચિત ટી.પી. સ્કીમ બનાવવા માટે અધિનિયમની જોગવાઈ મુજબ ચીફ ટાઉન પ્લાનરશ્રી, ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવા મોકલાવેલ છે, જે મળ્યેથી તેનો ઈરાદો જાહેર કરીને નવી ટી.પી. સ્કીમ તૈયાર કરીને કલમ-48(1) હેઠળ સરકારશ્રીમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે. આમ, ઉક્ત વિગતે જણાવેલ મોટામવા તથા ઘંટેશ્વર વિસ્તારમાં કુલ-2 (બે) નવી ટી.પી. સ્કીમ બનાવવાનું આયોજન છે. ડી.આઈ.એલ.આર. કચેરીમાં રૈયા વિસ્તારની-2, કોઠારિયા વિસ્તારની-4, માધાપર વિસ્તારની-ર તથા ઘંટેશ્વર વિસ્તારની-3 મળી કુલ 11 સૂચિત નગરરચના યોજનાઓનાં નિમતાણા મેળવવા માટે પેન્ડીંગ છે. જે મળ્યેથી મુખ્ય નગર નિયોજકશ્રીનાં પરામર્શ અર્થે મોકલી આપવામાં આવશે.

સાત માર્ગો લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ પહોળા કરાશે
ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વધા સાત રસ્તાઓ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકી પહોળા કરવામાં આવશે. જેમાં કાલાવડ રોડ, જંક્શન રોડ, કુવાડવા રોડથી પોપટપરા નાલા સુધીનો રોડ, ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રોડ, ટાગોર રોડથી એવીપીટી કેમ્પર્સ તરફનો રોડ અને ટાગોર રોડથી વિરાણી હાઈસ્કૂલ દક્ષિણ તરફ સહિતના રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરાશે.

સીએનજી બસ ડેપો અને ચાર્જિગ સ્ટેશન

પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્રારા રાજકોટ શહેરને 100 ઇલેક્ટ્રિક બસ ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ 100 બસ માટે ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે જે માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. 100 સી.એન.જી. બસ પ્રોજેક્ટ અંતર્ગત 100 સી.એન.જી. બસ માટે ડેપો બનાવવાનું આયોજન કરેલ છે જે માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આગામી વર્ષમાં રાજકોટ શહેરથી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ખાસ બસ સેવા ચાલુ કરવાનું આયોજન છે. રાજકોટ શહેરમાં આવેલ જુદી-જુદી જગ્યાએ મેઈન રોડ ઉપરની એન્ટ્રીમાં અધતન મેઈન એન્ટ્રી ગેઇટ બનાવવાની કામગીરી ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ શાખા દ્વારા હાથ ધરવાનું આયોજન છે.

સૌરાષ્ટ્રની પ્રથમ ફૂડ લેબોરેટરી બનશે

રાજ્ય સરકારનો ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ સતત ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ અને મિલાવટ ઉપરાંત તેની ગુણવતા માટે કટીબદ્ધ છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા પણ આ બાબતે વિશેષ કટીબદ્ધ છે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ સેમ્પલ કલેક્ટ કરી માન્ય રિપોર્ટ કરી આપતી લેબોરેટરી ખાતે મોકલવામં આવે છે. જેનું પરિણામ આવવામાં ઘણો સમય વ્યતિત થાય છે. તો આ સમસ્યાના સમાધાન સ્વરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા અદ્યતન ઋજજઅઈંના નિયમો મુજબની ફૂડ લેબોરેટરીના નિર્માણ અને સાધનો માટે ફાળવવામાં આવશે જેથી રાજકોટની જનતાની આરોગ્ય સુખાકારી વધે અને લોકો જે ખોરાક ખાઈ રહ્યા છે તેની ગુણવતા કટીબદ્ધ થાય.

સાત નવા ફાયર સ્ટેશનો અને 51 વાહનોની ખરીદી

શહેરમાં બજરંગવાડી પંપીગ સ્ટેશન પાસે, માસ્તર સોસાયટી, પારડી રોડ, વિરાટનગર, પારડી રોડ, સ્માર્ટ સિટી, લાઇટ હાઉસની સામે, વોંકળાવાળો ખૂણો, તપન હાઇટસ પાસે (વાવડી), આજી ડેમ ચોકડી પાસે પોલીસ ચોકીની પાછળ, ગોંડલ નેશનલ હાઇવે, રાધે ચોક, બોલબાલા માર્ગ પર અને આ ફાયર સ્ટેશનો માટે SFAC (Standing Fire Advisory Council) ની ગાઇડલાઇન મુજબ ફાયરના અલગ-અલગ પ્રકારના 207 જેટલા વાહનોની જરૂૂરિયાત રહે છે. ઉપલ્બધ 51 વાહનો ઉપરાંત 156 નવા વાહનો ખરીદ કરવાના રહે છે. વર્ષ 2025-26 માં આ વાહનો પૈકી રૂૂ. 4014.64 લાખના ખર્ચે 51 નવા વાહનો (જેવા કે વોટર બાઉઝર, મીની ફાયર ફાઇટર, મીની રેસ્ક્યુ ટેન્ડર, એમ્બ્યુલન્સ તેમજ ફાઇબર બોટ) ખરીદવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement