સિવિલ હોસ્પિટલમાં PMSSY બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોનું નવું સમયપત્રક જાહેર
શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડીની સાથે દર્દીઓને ગંભીર રોગની સારવાર મળી રહે તે માટે પીએમએસએસવાય બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યિલિટી ઓપીડી કાર્યરત છે. જેમાં પ્લાસ્ટિક સર્જન, ઓન્કોસર્જન, યુરો, નેફ્રોલોજીસ્ટ, ન્યૂરો સર્જન, ગેસ્ટ્રોલોજીસ્ટ, બાળકોના નિષ્ણાંત તીબીબો અલગ અલગ સમયે સેવા આપશે જેનુ નવુ સમયપત્ર જાહે કરવામાં આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ બીજા માળે મંગળ અને શુક્રવારે પ્લાસ્ટીક સર્જન ડો. મોનાલી માંકડીયા, ડો. મિનાક્ષી રાવ, ડો. પીનલ પીપળીયા અને આ બે વારે ગળા-માથાના રોગોના નિષ્ણાંત ડો. રાજેશ માકડીયા, સોમ અને ગુરૂૂવારે યુરો સર્જન ડો. કેતન પંડયા, શનિવારે કીડનીને લગતા રોગોના નિષ્ણાંત ડો. મયુર માકાસણા અને કેન્સરને લગતાં રોગોના નિષ્ણાંત દરરોજ સેવા આપશે.
આ ઉપરાંત ત્રીજા માળની ઓપીડીમાં ન્યુરો સર્જન ડો. અંકુર પાચાણી, ડો. તેજસ ચોટાઇ, ડો. સચીન ભાયાણી, ડો. હરિ પરમાર મંગળ અને શુક્રવારે તથા આ બે વારે ગેસ્ટ્રોલોજીસ્ટ-પેટના રોગોના નિષ્ણાંત ડો. મુકુંદ વીરપરીયા તથા સોમ, બુધ, શુક્રવારે બાળકોના કાર્ડિયોલોજીસ્ટ ડો. રશ્મી જીયાણી અને સોમ-ગુરૂૂવારે એન્ડોક્રાયનોલોજીસ્ટ ડો. હર્ષ દુગીયા તથાસોમ ગુરૂૂએ બાળકોના સર્જન ડો. જયદિપ ગણાત્રા તથા મંગળવારે રૂૂમેટોલોજીસ્ટ-વાના દર્દોના નિષ્ણાંત ડો. ધવલ તન્ના સેવા આપશે. તેમ તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા તથા સિનીયર તબિબ ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યુ હતું.