જામનગરમાં નવરાત્રિ આયોજકો માટે નવા નિયમો જાહેર
મંડપ, પંડાલ, ટેમ્પરરી સ્ટ્રકચર પ્રિમાઇસીસમા ફાયર સેફટી અને સલામતી માટે ઓનલાઇન એનઓસી અને અભિપ્રાય મેળવવો ફરજિયાત
ચાલુ વર્ષ નવરાત્રી મહોત્સવની ઉજવણી જામનગર શહેરમાં કરવામાં આવનાર હોય આ નવરાત્રી મહોત્સવ દરમ્યાન આવા મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટકચરમાં વિપુલ પ્રયાસમાં જનમેદની આવતી હોય જેથી જહેર જનતાની સલામતીને ધ્યાને લેતા જામનગર શહેર નાં આવા તમામ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં કોઈ જાનહાની ન થાય તે માટે આવા મંડપના સંચાલકો / ઓર્ગેનાઈઝર દ્વારા પોતાના મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર પ્રિમાઈસીસમાં ફાયર સેફટીની સલામતી માટે / કરવા જોગ કામગીરી માટે અત્રેથી સુચન તૈયાર કરવામાં આવેલ હોય જેથી નવરાત્રી મહોત્સવના મંડપ /પંડાલ / ટેપ્પરરી સ્ટ્રકચરના સંચાલકો / ઓર્ગેનાઈઝર દ્વારા નિર્દિષ્ટ નિયમાવલીનું અમુક પાલન કરી ગુજરાત સરકાર ની વેબસાઈટ https://fscop.gujfiresafetycop.in ઉપર થી ઓનલાઇન એપ્લાઇ કરીને ફાયર અભિપ્રાય અચુક મેળવી લેવાનો રહેશે.
નવરાત્રી આયોજક દ્વારા કોઈ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે આ પંડાલ પાસે સ્કુલ, હોસ્પિટલ, જલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનાં રહેશે. આ માટે મંડપમાં ફાયર ના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાનાં રહેશે તથા રસ્તામાં કોઈ પ્રકારના અવરોધક હોય તેને દુર કરવવાના રહેશે.
નવરાત્રી આયોજક દ્વારા મંડપની બહાર કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઇટેન્શન લાઈન કે રેલ્વે લાઈનથી ઓછામાં ઓછી 15 મિ. થી દુર રાખવાના રહેશે અને આજુ બાજુના સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓછુ 5 મીટરનું અંતર રાખવાના રહેશે. આયોજક દ્વારા આ સ્ટ્રકચર / પંડાલની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવા નહી તથા સ્ટેજની નજીક કે સ્ટેજના નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવો નહી.
આવા મંડપની પ્રવેશ દ્વારની ઉચાઈ તેમજ પહોળાઈ ઓછામાં ઓછી 5 મીટર રાખવી તેમજ પંડાલ.ની કેપેસીટી મુજબનાં નિયમોનુસારના વ્યક્તિઓને જ પ્રવેશ આપવા અને વ્યકિતદીઠ ઓછામાં ઓછી 01 સ્ક્વેર પીટર જગ્યા મુજબ જ પ્રવેશ આપવો.
નવરાત્રી પંડાલમાં આયોજક દ્વારા ફિક્સ પાર્ટીશન કરવાનાં રહેશો નહિ તેમજ કોઈ પણ ઈમરજન્સીના સમયે મંડપની અંદર રહેલા વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એકઝીટ (બહાર) તરફ જઈ શકે તે મુજબ રાઉન્ડ ધ કલોક રસ્તા ખુલ્લા રાખવાનાં રહેશે. તથા પંડાલની પ્રત્યેક બહાર ની સાઈડ એટલે કે ચારે દિશામાં ફાયરના વાહનો ફરી શકે તે મુજબ ઓછામાં ઓછા 6 મીટર નો રસ્તો અચુક ખુલ્લો રાખવાનો રહેશે. નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યકિતઓ / દર્શક /ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપુર્ણ નામ, મોબાઈલ નંબર, સરનામાં સહિતના દસ્તાવેજો રેકોર્ડ રાખવાનો રહેશે.નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે પરસ્પર વિરુદ્ધ દિશામા EMERGENCY Exit રાખવાં અને તમામ ગેટની સામેના ભાગે 5 મીટર જગ્યા ખુલ્લી રાખવી.
નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રકચરની અંદર જવાના તથા બહાર નીકળવાના માર્ગો પર ઇવેક્યુષન પ્લાન અચુક ઉપલબ્ધ કરાવવા તથા સરળતાથી વાચી શકાય તે મુજબ ઓટો ગ્લોવ /ફલોરોસન્ટ / ઈલેક્ટ્રીક લાઈટ મટીરીયલ તથા ઈમરજન્સી કોન્ટેક નંબર ફાયરના સાધનોના બોર્ડ, એસ્કેપ રૂૂટ NO SMOKING””, “”EXIT””, “”EMERGENCY વગેરેના સાઈનેજીસ બોર્ડ, અચુક લગાવવા. નવરાત્રી આયોજક દ્વારા બેઠક વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મી. થી વધારે રાખવો નહિ. તથા એક એકઝીટ થી બીજો એકઝીટ વચ્ચે 15 મી. થી વધુ અંતર ન રહે તે મુજબ વ્યવસ્થા કરવી.નવરાત્રી આયોજક દ્વારા કરવામાં આવેલ બેઠક વ્યવસ્થામાં સીટની રો અને 10 બેઠક પછી ઓછામાં ઓછી 1.5 મીટરની પેસેજની જોગવાઈ અચુક કરવી.
મંડપ/પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફલોર એરિયાના 0.75 લીટર/ સ્કવેર મીટર કરતા ઓછો રાખવો નહી તથા પાણીનો પુરવઠો ડ્રમ, બકેટ, ટાંકિ મા સુવ્યસ્થિત રીતે ઉપયોગમાં લઈ શકાય તે મુજબ ગોઠવણ કરવી. મંડપ સંચાલકો દ્વારા પ્રત્યેક 100 ચો.મી. વિસ્તારને ધ્યાને લેતા મંડપમા તમામ સમયગાળા દરમ્યાન ઓછામાં ઓછા 2 નંગ અઇઈ ફાયર એક્ષિન્ગ્યુસર 6 કી.ગ્રા.ની ક્ષમતાના તથા ઓછામાં ઓછા 2 નંગ ઈઘ ર ફાયર એક્ષિન્ગ્યુસર 4.5 કો. ગ્રા.ની ક્ષમતાનાં તથા 200 લીટર પાણી ભરેવા નંગ 05 ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી ભરેલી 04 બાલ્ટી સ્ટેન્ડ સહિત અચૂક આ મંડપ પ્રીમાઈસીસમાં ચારેકોર ઉપલબ્ધ રાખવી તેમજ ફાયર ઈક્વિપમેન્ટનું મેન્ટેનન્સ તથા ડેઈલી ઇન્સ્પેકશન અચૂક કરવું.
મંડપ સંચાલકોને જણાવવાનું કે, ઉક્ત સુચના ફક્ત ફાયર સેફ્ટીના સાધનોનાં સલામતી અર્થે આપવામાં આવેલ છે. અને ફાયર વિભાગ સિવાયની અન્ય ઓથોરીટી જેવી કે, પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ્યુની. કોર્પો. કે અન્ય લાગત વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓ, ગાઈડલાઈનનું પાલન તથા અમલવારી કરી, લાગત વિભાગનાં -વાંધા પ્રમાણ અચૂક મેળવી લેવા. મંડપ સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ અને તેના રૂૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો - વખતનાં સૂચનોનું પાલન કરવા અંગેનું સેલ્ફ ડીકલેરેશન અચૂક રજુ કરવા.
ઉપરોકત સુચનાઓ તથા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ભારત સરકાર ની તથા ગુજરાત સરકાર નાં આગ સલામતી માટેનાં નિયમોનું ચુસ્ત અમલ કરવાનાં રહેશે. ઉપરોક્ત સૂચનાઓનાં અમલ થયેલ ન હોય અને સુચના પ્રમાણેનાં રસ્તાઓ ખુલ્લા રાખવામાં નહિ આવ્યેથી તેમજ ફાયર વાહન જો અંદર મંડપ પેરાફેરીમાં પ્રવેશ કરી શકશે નહિ અને કોઈ અઘટિત ઘટના કે બનાવ બનશે તો અને આગ અસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મંડપ સંચાલક / આયોજક / ઓર્ગેનાઈઝર / મેનેજરની વિગેરેની રહેશે જેની આ જાહેરાત મારફતે સંબંધિત તમામે અચૂક નોંધ લેવી.તેમ ડેપ્યુટી કમિશ્નર જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે.