For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજી તાલુકામાં રૂા.53 કરોડના ખર્ચે બનશે નવા રોડ રસ્તાઓ

12:13 PM Sep 27, 2025 IST | Bhumika
ધોરાજી તાલુકામાં રૂા 53 કરોડના ખર્ચે બનશે નવા રોડ રસ્તાઓ

ધોરાજી તાલુકાના 53 કરોડ થી વધુ રકમના વિવિધ રસ્તાના કામોના ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે ખાતમુર્હત થયા હતા. રાજ્ય સરકારના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના 75 ધોરાજી-ઉપલેટા મતવિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી તાલુકાના 1) ધોરાજી ઓલ્ડ એન.એચ રોડ ( રી સર્ફેસિંગ તથા સી.સી. રોડ ), 2) ધોરાજી ફરેણી રોડ ( રી સર્ફેસિંગ કામ ), 3) ધોરાજી પાટણવવ રોડ (5.50 મીટર માંથી 7.00 મીટર પહોળો કરવાનું કામ), કુલ રૂૂપિયા 53 કરોડ થી વધુ રકમના કામોના આજ રોજ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યડો. મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યા.

Advertisement

આ ખાતમુર્હતના કાર્યક્રમમાં ધોરાજી શહેર તથા તાલુકાના સંગઠનના હોદેદારો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકા સુધરાઈ સભ્યો, સરપંચો, સામાજિક આગેવાનો તથા બહોળી સંખ્યા ધોરાજી શહેર તથા તાલુકાના નગરજનો ઉપસ્થિત રહયા હતા. આ રસ્તાઓનું નવીનીકરણ થવાથી ધોરાજી શહેર તથા તાલુકાની 1 લાખ થી વધારે વસ્તી ને વાહન વ્યવહાર માટે વધુ સગવડતા મળશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement