ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું નવું પોલીસ સ્ટેશન ટૂંક સમયમાં કાર્યરત
રાજય પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલને હવે પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યું છે. ગૃહ વિભાગે સ્ટેટ મોનીટરીંગ સેલનાં નવા પોલીસ સ્ટેશન માટે મંજુરી આપી છે. જેથી હવે કોઇ ગંભીર કે મોટા ગુન્હાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ પોતે કરશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરશે. સ્ટેટ મોનીટરીંગ સેલનાં ડીઆઇજી નિર્લીપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમ આ નવા પોલીસ સ્ટેશનમાં કામગીરી સંભાળશે.ગુજરાત સરકારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા આ નવો નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 હેઠળ રાજ્ય સરકારે રાજ્યમાં એક નવા પોલીસ સ્ટેશનની સ્થાપના કરી છે. આ નવા પોલીસ સ્ટેશનનું નામ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યું છે અને તેનું કાર્યાલય ગાંધીનગર ખાતે આવેલું છે. આ પોલીસ સ્ટેશન સમગ્ર ગુજરાત રાજ્યની જવાબદારી સંભાળશે.
આ નવા પોલીસ સ્ટેશનની સ્થાપનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થશે અને ગુનાખોરીને રોકવામાં મદદ મળશે. આ પોલીસ સ્ટેશન ગુજરાત રાજ્યમાં થતી તમામ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરશે. આ પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ, માનવ તસ્કરી, ડ્રગ્સ, અને અન્ય ગુનાઓ જેવા ગંભીર ગુનાઓને રોકવા માટે ખાસ પ્રયાસો કરશે.આ નવા પોલીસ સ્ટેશન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અન્ય પોલીસ સ્ટેશનોને પણ સહાય કરશે. આ પોલીસ સ્ટેશન અન્ય પોલીસ સ્ટેશનોને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડશે. આ સાથે જ, આ પોલીસ સ્ટેશન અન્ય પોલીસ સ્ટેશનો સાથે મળીને ગુનાઓની તપાસ કરશે અને ગુનેગારોને પકડીને કાયદાના શિક્ષાના ઘેરામાં લાવશે.
ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યના કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. સ્ટેટ મોનીટરીંગ સેલમાં ડીઆઇજી નિર્લીપ્ત ાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ હાલ અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે.