જામનગરના 8 વોર્ડમાં નવા પેવર રોડ બનાવાશે
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડ-રસ્તા-ભૂગર્ભ સહિતના રૂા9.61 કરોડના ખર્ચને બહાલી
આજ તા.28ના મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 9 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેરના વોર્ડ નં.1 થી 8ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓ માં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ 2025-26) અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂૂા.225.35 લાખ, તથા વોર્ડ નં.9 થી 16ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ 2025-26) અંગે રૂૂા.225.35 લાખ, ભુગર્ભ ગટર શાખા હસ્તક અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનોમાં બિલ્ડીંગ અને સી.સી. રોડના મજબુતીકરણ કરવાના કામ અંગે રૂૂા. 36.58 લાખ, જામનગર શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં.1 થી 8માં લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ 2025-26) અંગે રૂૂા.127.95 લાખ, શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં.9 થી 19 લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ 2025-26) અંગે રૂૂા.127.95 લાખના ખર્ચને મંજૂરી આપવા માં આવી હતી.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોર કરીને સબ મર્શીબલ પમ્પ ફીટ કરવા (2 વર્ષ માટે)ના કામ અંગે રૂૂા. 16.23 લાખ, ગુલાબનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૂૂા.7.04 લાખ, આઈ.એસ.આઈ. માર્ક 100 થી 300 એમ.એમ. ડાયા કે-7 કલાસ ડી.આઈ. સી.એલ. પાઈપ્સ (વીથ) રબ્બર ગાસ્કેટ ક્ધફમીંગ ટુ.આઈ.એસ. 8329/2000 બીયરીંગ આઈ.એસ.આઈ. માર્ક એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસની ખરીદી માટે રૂૂા.110.83 લાખ, વોર્ડ નં.11માં સુજાતા ઈન્ડ.થી વિભાપર મેઈન રોડને જોડતા હૈયાત મેટલ રોડ પર સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂૂા. 16.49 લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2023-24 ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત (1) વોર્ડ નં.9, પંજાબ બેંકથી આણંદાબાવા ચકલા સુધી સી.સી. રોડનું કામ, લીમડા લાઈન ગુરૂૂદ્વારાની સામેની શેરી શિવશક્તિ પાન હાઉસ થી સેક્રેટ હાર્ટ ચર્ચ સુધી તેમજ સ્ટલીંગ એજન્સી સુધી અને સ્થાપત્ય મકાન સુધી સી.સી. રોડનું કામ, પંચેશ્વર ટાવરથી ચાંદી બજાર મેઈન રોડ સી.સી. રોડ, સુપર માર્કેટના ખુણા થી જયશ્રી ટોકીઝ થી શંકર વિજય પાન સુધી સી.સી. રોડ, પોસ્ટ ઓફીસની બાજુમાં સોઢાના ડેલામાં સી.સી. રોડ માટે રૂૂા. 6.98 લાખ , વોર્ડ નં.9, પી.એન. માર્ગ થી ડી.એસ.ગોજીયા સ્કુલ સુધી સી.સી. રોડ, ડી.એસ. ગોજીયા સ્કુલ થઈ ઈન્દીરા માર્ગથી કેનાલ સુધી સી.સી. રોડ માટે રૂૂ. 12.07 લાખ, વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂૂા.5 લાખ, વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં.1, 6 અને 7)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂૂા.20 લાખ, કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં.1, 6 અને 7) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા)ના કામ અંગે રૂૂા. 18.50 લાખ, વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં.2, 3 અને 4)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બ્રીજ વર્કસના કામ માટે રૂૂ.5 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આમ આજની બેઠકમાં કુલ રૂૂા.9 કરોડ 61 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.