ધોરાજીમાં નવા પેવર રોડ તો ન બન્યા પણ ડામરના થીંગડામાં પણ કૌભાંડ..?
ધોરાજીની પ્રજા રોડ રસ્તા અને પાણીના પ્રશ્નને છેલ્લા ઘણા વર્ષોથી પરેશાન થઈ રહી છે અનેક વખત જન આંદોલન થઈ ચૂક્યા છે તાત્કાલિક શહેરના તમામ વિસ્તારોના રસ્તામાં છે ગાબડા બિસમાર રસ્તા આવા સમયમાં અનેક સંસ્થાઓ દ્વારા પણ રજૂઆતો અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે છતાં અંધેરતંત્રની આંખ ઉઘડતી નથી...?
શહેરમાં નવા રસ્તા તો ન બન્યા પરંતુ ભારે વિવાદ સર્જાતા અંતે સ્ટેટ હાઇવે ઉપર થીગડા મારવાનું કામ શરૂ કર્યું અને એ થીગડા પણ સરકારી નિયમોને નેવે મૂકીને સીધેસીધા ડામર રોડ ઉપર રોડ સાફ કર્યા વગર પાથરતા જોવાં મળ્યાં.
જેતપુર રોડ સરદાર ચોક અને ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આર એન બી હસ્તકના રોડ ઉપર થીગડા મારવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે આ કામ જોતા થીગડાની પણ આયુષ્ય ટૂંકી હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે રસ્તા રિપેરની કામગીરીમાં નિયમો નેવે મુકાયા હતા. ખાડાઓમાં પડેલ ધૂળ સાફ કર્યા વગર ડામર પાથરી દેવાયો છે. સરકાર ધોરાજીના માર્ગ અને મકાન વિભાગ બાબતે કેટલી વખત રોડ ઉપર ઠીગડા માર્યા અને કેટલો સમય એ બાબતે જો તપાસ કરે તો કોન્ટ્રાક્ટરો અને કર્મચારી અધિકારીઓની મિલીભગત ખુલ્લી જોવા મળે તેવા આક્ષેપો પણ ધોરાજી શહેરના કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા એ પણ જાહેરમાં કર્યા છે.