For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

05:01 PM Oct 16, 2024 IST | Bhumika
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
Advertisement

વિવિધ સેવાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક જ જગ્યાએ ફરિયાદ થઈ શકશે, ફરિયાદ નોંધાવવા જતાં હવે ચાર્જ કપાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:30 કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગખાતે યોજાયો.

Advertisement

ભારત સરકારના Ministry of Communication Information Technology“p Department Of Teleco mmunications (DOT દ્વારા ભારતની તમામ મહાનગર પાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ નંબર 155304ને ઈફયિંલજ્ઞિુ1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. તેમજ - અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય પર પણ અવેલેબલ થશે.

આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 ઞતયિ જઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.

આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે. જો કે, આ નંબર ટોલફ્રી ન હોવાથી નાગરિકોના ફોનમાંથી ચાર્જ કપાશે.

અગાઉના નંબર 0281-245007 અને 1800-123-1973ની સેવા બંધ કરાશે

રાજકોટ મનપા દ્વારા નવો કમ્પ્લેઈન નંબર જાહેર કરાતા અગાઉ ફરિયાદ નોંધાવા માટે વપરાતા નંબર 0281-245007 અને ટોલફ્રી નંબર 1800-123-1973ની જગ્યાએ લોકોએ હવે 155304 નંબર પર ફરિયાદ નોંધાવી પડશે અગાઉના બંને નંબરની જગ્યાએ હવે એક જ નંબર પર રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement