For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રના 23 ડેમમાં નવાં નીર; ભાદરમાં સવા ફૂટ

12:25 PM Jul 10, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રના 23 ડેમમાં નવાં નીર  ભાદરમાં સવા ફૂટ
Advertisement

રાજકોટ જિલ્લાના ફોફળ, આજી-3, ડોંડી, ન્યારી-2, છાપરવડી-2માં અડધાથી 9 ફૂટ સુધી પાણી આવ્યું, ઉમિયાસાગર-ભાદર-2 ફરી ઓવરફ્લો

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થતાં વિવિધ જિલ્લામાં પડેલા વરસાદથી 23 જેટલા જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. રાજકોટ જિલ્લાના ફોફલ, આજી-3, ડોંડી, ન્યારી-2, છાપરવડી-2માં અડધાથી 9 ફૂટ સુધી પાણી આવ્યું છે. ભાદર ડેમની જીવંત સપાટી 12 ફૂટને આંબી ગઈ છે.

Advertisement

રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદ વરસી રહ્યો છે. તેમાં ધોરાજી, ઉપલેટા, જામ કંડોરણા તરફ મનમુકી વરસી રહ્યો હોવાથી અને ગઈકાલે પડેલા મુશળધારથી ભાદરડેમમાં 11 મીમી પડતા 1.25 ફૂટ પાણીની આવક થતાં સપાટી 12 ફૂટે પહોંચી છે. ફોફળમાં 1.71 ફૂટ, આજી-3માં 1.44 ફૂટ, ડોંડીમાં 9.35 ફૂટ, ન્યારી-2માં 0.33 ફૂટ, તેમજ છાપરવડી-1માં 1.97 ટકા પાણી નવું ઠલવાયું છે. હાલ રાજકોટ જિલ્લાના ડેમોમાં સરેરાશ 27.72 ટકા પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લાના 4 જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. મચ્છુ-1 માં 2.23 ફૂટ, મચ્છુ-2માં 1.51 ફૂટ, ડેમી-1માં 0.46 ફૂટ અને ડેમી-2માં 2.46 ફૂટ પાણીની આવક થઈ છે. જામનગર જિલ્લામાં પણ ચાર ડેમોમાં વરસાદી પાણીનો જથ્થો આવ્યો છે. ફોફળ-2માં 1.51 ફૂટ, રંગમતીમાં 7.55 ફૂટ, ફુલઝરમાં 0.23 ફૂટ અને રૂપાવટીમાં 0.98 ફૂટ નવા નિરની આવક થઈ છે.

ઉપરાંત દ્વારકા જિલ્લાના ધી ડેમમાં 1.64 ફૂટ, વર્તુ-1માં 1.31 ફૂટ, શેઢા ભાડશરીમાં 2.13 ફૂટ, વેરાડી-1માં 3.77 ફૂટ, કાબરકામાં 0.49ફૂટ, વેરાડી-2માં 1.31 ફૂટ અને મણીસારમાં 2.13 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો-1 માં 1.77 ફૂટ અને મોરસલમાં 0.82 ફૂટ પાણીની આવક થઈ છે.

સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદથી મોટાભાગના જળાશયોની સ્થિતિમાં સુધારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આગામી દિવસોમાં સારો વરસાદ પડશે તો તમામ જળાશયોની સપાટીમાં વધારો થશે હાલ રાજકોટના જળાશયોમાં સરેરાશ 27.72 ટકા, મોરબી જિલ્લાના ડેમોમાં 22.24 ટકા, જામનગર જિલ્લામાં 22.61 ટકા, દ્વારકા જિલ્લામાં 8.69 ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં 26.82 ટકા પાણીનો જથ્થો સંગ્રહીત છે. આગામી દિવસોમાં પાણીની કટોકટી દૂર થશે તેવું નિષ્ણાંતો દ્વારા જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement