For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુરુવારે નવા એમએલએ કવાર્ટરનું લોકાર્પણ, લાભ પાંચમે ફાળવણી

11:52 AM Oct 21, 2025 IST | admin
ગુરુવારે નવા એમએલએ કવાર્ટરનું લોકાર્પણ  લાભ પાંચમે ફાળવણી

દિવાળીના પર્વ દરમિયાન ભાઈબીજના દિવસે, 23મી ઓક્ટોબરે ગાંધીનગરના સેક્ટર-17માં નવા ધારાસભ્ય આવાસોનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. આ લક્ઝુરિયસ 3BHK એપાર્ટમેન્ટમાં જીમ, સ્વિમિંગ પૂલ, કાર પાર્કિંગ સહિત આધુનિક સુવિધાઓ હશે. કુલ 216 ફ્લેટ તૈયાર છે.

Advertisement

બેસતા વર્ષ પછીના દિવસે- ભાઈબીજે સેક્ટર- 17 સ્થિત નવા સદસ્ય આવાસનુ ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરવાના છે. વિધાનસભા સચિવાલયમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર ધારાસભ્યો સત્વરે નવા સદસ્ય આવાસમાં રહેવા આવી શકે તે માટે ફાળવણીની પ્રક્રિયા કરવા લાભ પાંચમે સદસ્યોના આવાસની કમિટીની બેઠક પણ બોલાવાઈ છે.

દરમિયાન ગત સપ્તાહે ગુરૂૂવારની સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓની રાજીનામા લીધા બાદ તત્સમયના સહકાર મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ બંગલો ખાલી કર્યોની માહિતી ઉપલબ્ધ થઈ છે. તેમને મંત્રીનિવાસબહાર સેક્ટર-19માં ક-520 નંબરનો સરકારી બંગલો ભાડે માર્ગ મકાન વિભાગે ફાળવ્યો છે. વિશ્વકર્મા પછી મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા આઠેક મંત્રીઓએ સામાન ખસેડવાનુ શરૂૂ કર્યુ છે. વેકેશન પછી મંત્રીનિવાસમાં નવા મંત્રીઓને બંગલાની ફાળવણી કરવામાં આવશે. તેમ જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, સેક્ટર-21 ખાતેના હાલના સદસ્ય નિવાસ- MLA ક્વાર્ટર્સ જૂના હોવાથી સેક્ટર-17માં નવા તૈયાર થયેલા સદસ્ય આવાસનું ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 23મી ઓક્ટોબરને મંગળવારે તેનું ઉદ્દઘાટન થશે ઉલ્લેખનિય છે કે, સેક્ટર-17માં નવા બનાવેલા ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ 3 BHK છે. 9 માળના 12 એપાર્ટમેન્ટમાં દરેક ખકઅને કાર્યલાય માટે પણ જગ્યા ફાળવાઈ છે.

Advertisement

સાથે જ સ્વિમિંગ પૂલ, જીમ, ડિનર એરિયા સહિતની અદ્યતન ફેસેલિટી અને બે કાર પાર્કિંગની જોગવાઈ પણ કરવામાં આવી છે. હાલમાં 12માંથી 10 ટાવર ફર્નિચર સાથે રહેવા માટે તૈયાર છે. એથી, એકાદ મહિનામાં તમામ સદસ્યો અહીં રહેવા માટે આવી જશે.વસ્તી ગણતરી પછી ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા- લોકસભાની બેઠકો- મતક્ષેત્રો માટે નવેસરથી સીમાંકન થવાનું છે. વસ્તીના અનુપાતમાં સમન્યાયિક જનપ્રતિનિધિત્વ મળી રહે તે ઉદ્દેશ્યથી નવા સીમાંકન બાદ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો 230થી વધુ થઈ શકે છે.

આથી, નવા સદસ્ય આવાસમાં 216 જેટલા આવાસો તૈયાર થયા છે. ઉલ્લેખનિય છે કે, મંત્રી નિવાસમાં 40 બંગલા છે. વર્તમાન સરકારના મંત્રીપરિષદમાં 26 મંત્રીઓ હોવાથી તેમજ તે સિવાય વિધાનસભા અધ્યક્ષ અને એક મુખ્ય દંડક વત્તા બે ઉપદંડકો એમ કુલ મળીને 30 બંગલા ઉપયોગમાં લેવાશે. આવી સ્થિતિમાં નવા સદસ્ય આવાસમાં 152 ધારાસભ્યોને દેવદિવાળી પહેલા એપાર્ટમેન્ટની ફાળવણી થશે. તેમ મનાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement