નવા મંત્રીઓએ હોદ્દા અને કાર્યભાર સંભાળ્યા
ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા, જ્યારે રમેશ કટારા, સંજયસિંહ મહિડા, દર્શના વાઘેલા, પીસી બરંડાએ રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે પોતાની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન રમેશ કટારા સાથે પુત્રોના ભ્રષ્ટાચારને લઈને વિવાદમાં આવેલા પૂર્વ મંત્રી ખાબડ પણ જોવા મળ્યા હતા.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં અધિકારીઓ, સમર્થકો તેમજ રાજકીય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મને વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેનો મેં વિધિવત રીતે આજે ચાર્જ સંભાળ્યો છે અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ સાથે મીટીંગ રાખી છે, જેથી આજથી જ મેં કામગીરી શરુ કરી છે.
જ્યારે રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી અને અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા આજે પોતાનો પદ ભાર વિધિવત રીતે સંભાળ્યો છે. અસારવા ખાતે આવેલા તેમના જન સંપર્ક કાર્યાલયથી રેલી સ્વરૂૂપે મંત્રી દર્શનાબેન વાઘેલા ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા.મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારાએ પચરંગી કલરનો સાફો પહેરી સનરૂૂફ હેરિયરમાં શાહીબાગ વિસ્તારમાં ફરી ગાંધીનગર જવા માટે રવાના થયાં હતા. આ દરમિયાન તેમની સાથે ડીજે સાથે 50 ગાડીઓના કાફલો પણ નીકળ્યો હતો.
