રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ એઈમ્સમાં નવી સુવિધા, ગંભીર રોગોનું થશે પરીક્ષણ

05:09 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યની સૌ પ્રથમ આધુનિક વાઇરોલોજી લેબોરેટરી શરૂ કરવા એઈમ્સ દ્વારા HLL લાઈફ કેર સાથે એમઓયુ

રૂા.14 કરોડના ખર્ચે એઈમ્સના બિલ્ડિંગમાં જ બાયો સેફ્ટી લેવલ-3ની લેબનું થશે નિર્માણ

ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ રાજકોટમાં શરૂ થઈ છે ત્યારે દર્દીઓને વધુ સારી સુવિધા મળે તે હેતુસર હવે એઈમ્સમાં વધુ એક યશકલગીંરૂપ આધુનિક લેબોરેટરી શરૂ થનાર છે. રાજ્યની સૌપ્રથમ આધુનિક બાયોસેફટી લેવલ-3ની લેબારેટરી શરૂ કરવા માટે રાજકોટ એઈમ્સ અને એચએલએલ લાઈફ કેર વચ્ચે એમઓયુ થયા છે. પુના બાદ બીએસએલ લેવલ-3ની આધુનિક વાઇરોલોજી લેબારેટરી કે જ્યાં ગંભીર રોગોનું હવે ગર આંગણે પરીક્ષણ થશે. આ સુવિધાના કારણે હવે જે સેમ્પલ પુના મોકલવામાં આવતાં હતાં તેનું પરિક્ષણ રાજકોટ એઈમ્સ ખાતે જ થશે. 14 કરોડના ખર્ચે એઈમ્સ બિલ્ડીંગમાં જ બાયોસેફટી લેવલ-3ની આ લેબારેટરીનું નિર્માણ થશે.
પ્રધાનમંત્રી આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન અંતર્ગત 14 કરોડના ખર્ચે 18 મહિનામાં જ રાજકોટ એઈમ્સ ખાતે આ આધુનિક લેબારેટરી શરૂ કરવાના નેમ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. રાજકોટ એઈમ્સનાં ડાયરેકટર સીડીએસ કટોચ તેમજ ડેપ્યુટી ડાયરેકટર પુનિત કુમાર અરોરા સાથે ડો.અશ્ર્વિની અગ્રવાલ કે જેઓ માઈક્રોબાયોલોજી વિભાગનાં વડા છે. તેમજ વાયરસ રિસર્ચ અને ડાયગ્નોસ્ટિક લેબારેટરીનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે એચએલએલ લાઈફ કેર લીમીટેડના શબરીનાથ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા હતાં.

આગામી દિવસોમાં એઈમ્સ ખાતે શરૂ થનાર બાયોસેફટી લેવલ-3ની આ લેબોરેટરીમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ લેબારેટરી ડીસેમ્બર-2025 સુધીમાં કાર્યરત થશે તેવું એઈમ્સના સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસ તેમજ ચાંદીપુરા વાયરસ, ડેગ્યુ, ચીકનગુનિયા, કોવિડ-19 સહિતના ગંભીર રોગો અને વાયરલ ઈન્ફેકશન માટે બ્લડ સેમ્પલ પુના મોકલવા પડતાં હતાં જે હવે ઘર આંગણે જ આ રોગોનું પરિક્ષણ અને નિદાન થશે. નેશનલ ઈન્સ્ટિયુટ ઓફ વાઇરોલોજીએ રાજકોટ એઈમ્સ ખાતે આ વાયરસ પરીક્ષણ માટેની લેબારેટરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં જ્યારે કોઈ ગંભીર બીમારી કે રોગ આવે છે ત્યારે આ રોગના લક્ષણો જાણવા માટે બ્લડ સેમ્પલને અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે. પુના ખાતે દેશની સૌથી મોટી લેબારેટરી કાર્યરત હોય જ્યાં દેશભરમાં ફેલાતા આવા ગંભીર રોગોનું પરીક્ષા થાય છે ત્યારે હવે રાજકોટ એઈમ્સ ખાતે બાયોસેફટી લેવલ-3ની લેબોરેટરીમાં આ તમામ પ્રકારનાં રોગો અને બિમારીઓનું પરીક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે જેનાથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના લોકોને રોગના લક્ષણો સાથે ત્વરીત રોગની જાણકારી મળશે અને તેનું નિદાન પણ તાત્કાલીક થઈ શકશે.

હવે બ્લડ સેમ્પલ પુના મોકલવા નહીં પડે
જ્યારે ગુજરાત કે અન્ય કોઈ રાજ્યમાં નવા ચેપી રોગોના લક્ષણો દેખાય છે ત્યારે આ રોગ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને દર્દીને કયા પ્રકારના રોગના લક્ષણો છે તે જાણવા માટે બ્લડ સેમ્પલને દેશની સૌથી મોટી પુના ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે પરંતુ હવે રાજકોટ એઈમ્સ ખાતે બાયોસેફટી લેવલ-3ની લેબોરેટરીને મંજુરી મળતાં હવે આવા કોઈપણ ગંભીર રોગોનું પરીક્ષણ ઘર આંગણે જ થશે ખાસ કરીને ડેગ્યુ, ચીકનગુનિયા,કોવિડ-19, જાપાનીઝ એન્સેફાલીટીસ, હેપેટાઈટિસ, ઈન્ફયુએન્ઝા, મેસલ્સ, ઝીકા વાયરસ ચાંદીપુરા વાયરસ સહિતના રોગોના લક્ષણો જાણવા તેમજ તેને ફેલાતો અટકાવવા અને તેને અંકુશમાં લેવા માટે આવા જોખમી વાયરસની અસર કઈ રીતે ઘટાડી શકાય તેનો મહત્વનો નિર્ણય પણ હવે ઝડપી લઈ શકાશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot AIIMSrajkot news
Advertisement
Next Article
Advertisement