ભાજપના 13 વોર્ડમાં નવા ચહેરા, 4 પ્રમુખો રિપીટ
વોર્ડ નં. 17માં લાયક ત્રણ ઉમેદવારો નહીં મળતા નિમણૂક પેન્ડિંગ
ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠનની ચાલી રહેલી પૂન: રચનાના ભાગરૂપે રાજકોટ શહેરના 18માંથી 17 વોર્ડના પ્રમુખોની નિમણુંકો કરવામાં આવી છે. જ્યારે એક માત્ર વોર્ડ નં. 17ના પ્રમુખની નિમણુંક હજુ બાકી હોવાથી આ વોર્ડમાં કોકડુ ગુંચવાયું હોવાનું માનવામાં આવે છે. જો કે, શહેરભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. 17માં કોઈ વિવાદ નથી પરંતુ આ નિમણુંક પહેલેથી જ બાકી રાખવામાં આવી છે.
શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની નિમણુંકોમાં 13 વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. 4,5,6 અને 15ના પ્રમુખોને રિપિટ કરવામાં આવ્યા છે. તો વોર્ડ નં. 17માં ત્રણ ઉમેદવારોનું કોરમ નહીં થતાં આ વોર્ડની નિમણુંક પેન્ડિંગ રાખવામાં આવી છે.
ભાજપ દ્વારા તા. 25 ડિસેમ્બર સુધીમાં મંડલ (તાલુકા અને વોર્ડ) પ્રમુખોની નિમણુોં માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દરેક વોર્ડ અને તાલુકા પ્રમુખપદ માટે ત્રણ ત્રણ ફોર્મ ભરવા તેમજ 45 વર્ષથી ઓછી ઉંમર તથા બે ટર્મથી સક્રિય સભ્ય હોય તેવા કાર્યકરોને જ પ્રમુખપદ માટે લાયક ગણવાની ગાઈડલાઈન જાહેર કરાઈ હતી. જેના પગલે વોર્ડ નં. 17માં 45 વર્ષથી ઓછી ઉંમરના અને બે ટર્મથી સક્રિય સભ્ય હોય તેવાત્રણ ઉમેદવારો નહીં મળતા આ વોર્ડના પ્રમુખની નિમણુંક પેન્ડિંગ રખાઈ છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. 4 માં કાનજીભાઈ દઢેચા, વોર્ડ નં. 5 માં પરેશ લીંબાસિયા, વોર્ડ નં. 6માં અંકિત દુધાતરા તથા વોર્ડ નં. 15 ના મયુરભાઈ વ્રજકાણીને રિપિટ કરાયા છે. જ્યારે બાકીના 13 વોર્ડમાં નવા પ્રમુખો નિમાયા છે.
નવા વોર્ડ પ્રમુખોની યાદી
વોર્ડ નં. 1 જયરાજસિંહ ગજુભાઈ જાડેજા
વોર્ડ નં. 2 ભાવેશભાઈ મેરામભાઈ ટોયટા
વોર્ડ નં. 3 રણધીરભાઈ ઉકરડાભાઈ સોનારા
વોર્ડ નં. 4 કાનજીભાઈ માનસીંગભાઈ દઢેચા
વોર્ડ નં. 5 પરેશભાઈ ખોડાભાઈ લીંબાસિયા
વોર્ડ નં. 6 અંકિત બાબુભાઈ દૂધાતરા
વોર્ડ નં. 7 વિશાલભાઈ પ્રબોધચંદ્ર માંડલિયા
વોર્ડ નં. 8 દેવકરણ ગંગાદાસ જોગરાણા
વોર્ડ નં. 9 હીરેનભાઈ મનસુખલાલ સાપરિયા
વોર્ડ નં. 10 જયેશભાઈ મનસુખભાઈ ચોવટિયા
વોર્ડ નં. 11 હીરેનભાઈ ભીખુભાઈ મુંગપરા
વોર્ડ નં. 12 જયેશકુમાર જગદીશભાઈ પંડ્યા
વોર્ડ નં. 13 સંદિપભાઈ વ્રજલાલ અંબાસણા
વોર્ડ નં. 14 પવનભાઈ દિનેશભાઈ સુતરિયા
વોર્ડ નં. 15 મયુરભાઈ પાંચાભાઈ વ્રજકાણી
વોર્ડ નં. 16 ખોડાભાઈ (હસુભાઈ જી. કાચા)
વોર્ડ નં. 18 અનિલભાઈ જસમતભાઈ દોંગા