ગુજરાત પર નવા વાવાઝોડાનો ખતરો, મુંબઇથી 700 કિ.મી. દૂર
અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન 6 કલાકે 20 કિ.મી.ની ઝડપે આગળ વધે છે
પહેલીવાર એવું બની રહ્યું છે કે, ભારતમાં બે દિશાઓમાંથી મહાતોફાન આવી રહ્યા હોય. હાલ ભારતના પૂર્વ અને પશ્ચિમ બંને દરિયામાંથી સમુદ્રી તોફાન કાંઠા તરફ આવી રહ્યાં છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ઉઠેલા તોફાન હવે ધીરે ધીરે નજીક આવી રહ્યાં છે, જેની અસર અડધા ભારતમાં જોવા મળશે.
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને આજે 27 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સમય મુજબ 8.30 કલાકે, તે જ પ્રદેશ પર, 16.4 ઓગ અક્ષાંશ અને 66.9 ઓઊ રેખાંશની નજીક, મુંબઈ (મહારાષ્ટ્ર) થી લગભગ 700 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પણજી (ગોવા) થી લગભગ 750 કિમી પશ્ચિમ, અમીનીદિવી (લક્ષદ્વીપ) થી 860 કિમી ઉત્તરપશ્ચિમ અને મેંગલોર (કર્ણાટક) થી લગભગ 940 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રિત હતું. આગામી 48 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે.