For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાર્ડમાં નવા કપાસ-મગફળીની આવક શરૂ

04:07 PM Aug 20, 2024 IST | admin
યાર્ડમાં નવા કપાસ મગફળીની આવક શરૂ

કપાસનો રૂા. 1611 અને મગફળીનો રૂા. 1051ની ભાવે હરાજી

Advertisement

ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં અધકચરા વરસાદ વચ્ચે મુખ્ય ખરીફ પાક કપાસ અને મગફળીની આજથી રાજકોટ માર્કેટયાર્ડમાં આવકો શરૂ થઈ હતી અને માર્કેટ યાર્ડના સત્તાધીશો તતા વેપારીઓની હાજરીમાં નવા કપાસ તથા મગફળીની હરરાજી કરવામાં આવતા મગફળીની હરરાજી કરવામાં આવતા મગફળી રૂા. 1051 અને કપાસ રૂા. 1611ના મણના ભાવે વેંચાયા હતાં.

આજે શહેરના બેડી માર્કેટમાં નવા કપાસ અને નવી મગફળીની આવકના શ્રીગણેશ થતાં વેપારીઓએ બન્ને જણસીને વધાવી લઈ હરરાજી કરી હતી.

Advertisement

ગઈકાલે રક્ષાબંધનની રજા બાદ આજે માર્કેટયાર્ડ ધમધમતુ થયું હતું આજે 600 ક્વિન્ટલ કપાસની આવકમાં 3 માસ નવા કપાસનો સમાવેશ થયો હતો. પાંચ દ્વારકાના ખેડુત અબ્દુલભાઈ 3 મણ કપાસ વેચવાયાર્ડમાં આવતા હરાજી દરમિયાન ભાવ રૂા. 1611માં વેચાયો હતો જે કમિશન એજન્ટ શેષાઈ ટ્રેકિંગ દ્વારા વેપારી મહેશ ટ્રેડિંગ ન વેચાયો હતો.

જ્યારે 350 ક્વિન્ટલ મગફળીની આવકામાં 250 મણ નવી મગફળીની આવક નોંધાઈ હતી. કોંઢ ગામના ખેડુત કાનજીભાઈ 250 મણ નવી મગફળી વેચવા યાર્ડમાં આવતા ઝાલાવડ ટ્રેકિંગ મારફતે રોહિત ટ્રેકિંગના વેપારીએ હરરાજીમાં રૂા. 1051 (મણે) ચુકવી મગફળી ખરીદી હતી.

યાર્ડમાં આજની મુખ્યત્વે આવકો અને બોલાયેલા ઉંચા નીચા ભાવોની મળેલી વિગતોમાં 600 ક્વિન્ટલ કપાસની આવક થતાં સરેરાશ ભાવ મણે રૂા. 1550થી 1610 બોલાયો હતો. 1410 ક્વિન્ટલ ઘઉની આવક સામે રૂા. 511થી રૂા. 590 ભાવ બોલાયો હતો. તલી 1440 ક્વિન્ટલની આવક વચ્ચે મણે રૂા. 2000થી રૂા. 2473 ભાવે વેચાઈ હતી. 1000 ક્વિન્ટલ સફેદ ચણાનો મણે સરેરાશ ભાવ રૂા. 1900થી 3000 ભાવ ખોલાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement