રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક, રૂા.15408ના ભાવે ખરીદી થઇ
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે નવા ધાણાની આવક થઈ હતી. જેમાં મુહુર્તના સોદા રૂા. 15404માં થયા હતાં જેમાં બે દાગીનાની હરરાજી થઈ હતી દિવાળી બાદ યાર્ડમાં નવી જણસીની સતત આવક વધી રહી છે. ખેડુતોને ખુલ્લા બજારમાં સારો ભાવ મળી રહ્યો હોવા ચર્ચા યાર્ડમાં થઈ રહી છે.
યાર્ડના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે વડાળીના ખેડુત મનુભાઈ વીરાભાઈ નવા ધાણાના બે દાગીના લઈ આવ્યા હતા જેની હરરાજી યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરાની હાજરીમાં કરવામાં આવી હતી. તેમાં કમિશન એજન્ટ કેવ એન્ટરપ્રાઈઝ દ્વારા બાવની બોલી લગાવતા વડેરા ટ્રેનીંગના વેપારી દ્વારા રૂા. 15,408ના ભાવ બોલી અને બે દાગીનાની ખરીદી કરી હતી.
રાજકોટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં અને ભાવ સારા મળતા હોવાથી જણસીની આવકમાં સતત વધારો થયો છે. ત્યારે ધાણાની 75 ક્વીન્ટલ આવક થઈ હતી અને રૂા. 1300થી રૂા. 1555માં સોદા થયા હતાં.