સિવિલ કોર્ટ જવા માટે નવા સિટી બસના રૂટ નં. 54 તથા 79 શરૂ
યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનો આર.વી.સોલંકી, સતીષભાઈ જોષી તથા નીખીલભાઈ સંઘાણીએ કોર્પોરેશનના મેયર, સ્ટે. કમિટીના ચેરમેન તથા કમિશનરને મળીને કરેલ રજૂઆતને પગલે જામનગર રોડ ઉપર ચાલતી સીટી બસ રૂૂટ નં 54 તથા 79 હવે ક્રોસ રોડ ઉપર ઉભી રહેશે. એ પહેલાં સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ રાજકોટ શહેરના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ભાવેશભાઈ આચાર્ય, રાજેશભાઈ ગોંડલીયા તથા લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા તથા પ્રકાશભાઈ મોરીની રજુઆતને ધ્યાનમાં લઈને રાજકોટ શહેરમાં ચાલતી સીટી બસ રૂૂટ નં. 20, 51 તથા 53 નવી કોર્ટ સુધી ચાલુ કરવામાં આવી હતી. હવે વધારાના બે રૂૂટ બસ નં 54 તથા 79 ચાલુ કરવામાં આવતા કોર્ટમાં કામકાજ માટે આવતા જતા એડવોકેટ મિત્રો, પોલીસ ખાતાના તથા સરકારી અધિકારીઓ, કોર્પોરેશના અધિકારીઓ, અસીલો તેમજ નાગરિકોને મળતી સીટી બસ સુવિધામાં વધારો થશે.