For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટને નવું કાર્ડિયાક સેન્ટર, ભાવનગર સુધી હાઈસ્પીડ કોરિડોર

06:51 PM Feb 02, 2024 IST | Bhumika
રાજકોટને નવું કાર્ડિયાક સેન્ટર  ભાવનગર સુધી હાઈસ્પીડ કોરિડોર

ઈમિટેશન પાર્ક માટે બજેટમાં ફાળવણી, સૌની યોજનામાં વીંછિયા-ધરાઈનો સમાવેશ

Advertisement

ગુજરાત સરકારનું સને 2024-25નું બજેટ આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે કોઈ ખાસ ફાળવણી કરવામાં આવી નથી કે સૌરાષ્ટ્ર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી પરતુ રાજકોટને થોડેઘણે અંશે નાણામંત્રીએ ફાળવણી કરી છે. જેમાં રાજકોટ શહેરમાં સધન કાર્ડિયાક સારવાર માટે કાર્ડિયાક સેન્ટર સ્થાપવાની તેમજ રાજકોટ-ભાવનગર હાઈવેને સિકસ લેન કોરીડોરમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં નવી એગ્રીકલ્ચર કોલેજ ફાળવવાની પણ જાહેરાત કરાઈ છે.

આ સિવાય રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરાઈને સૌની યોજનામાં સમાવવા માટે રૂા.160 કરોડ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટમાં ઈમિટેશન જવેલરી પાર્ક સ્થાપવા માટે પણ પ્રાથમિક નાણાકીય જોગવાઈ નવા બજેટમાં કરવામાં આવેલ છે.

Advertisement

આજે રજુ થયેલા બજેટમાં રાજકોટમાં સૌથી મોટી કહી શકાય તેવી જાહેરાત રાજકોટ-ભાવનગર હાઈસ્પીડ કોરીડોર બનાવવાની હતી. સરકારે કુલ છ હાઈસ્પીડ કોરીડોર જાહેર કર્યા છે અને આ માટે રૂા.222 કરોડની ફાળવણી કરી છે. જ્યારે રાજકોટ ઉપરાંત ગાંધીનગર અને સુરતમાં પણ સધન કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર બનાવવાની જાહેરાત કરી આ માટે રૂા.40 કરોડ ફાળવાયા છે. રાજકોટમા સંભવત: સિવિલ હોસ્પિટલમાં નવું કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે.

હાઈસ્પીડ કોરીડોરમાં રાજકોટ-ભાવનગર સિવાય વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ તેમજ મહેસાણા-પાલનપુરનો સમાવેશ થાય છે. કચ્છ માટે પણ ભૂજ-ભચાઉ વચ્ચે કોરીડોર સિવાય અગત્યની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્યના પાણીપુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ પોતાના મત વિસ્તાર વિંછીયા અને ધરાઈને સૌની યોજનામાં લીંક કરવા રૂા.160 કરોડની ફાળવણી કરાવી લીધી છે.

રાજ્યમાં કુલ 6 હાઈસ્પિડ કોરિડોર બનશે
ગુજરાત સરકારના નવા બજેટમાં રાજ્યમાં કુલ છ હાઈસ્પીડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં રાજકોટ-ભાવનગર ઉપરાંત વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ તેમજ મહેસાણા-પાલનપુરનો સમાવેશ થાય છે. જો કે રાજકોટ-અમદાવાદ હાઈવેનું ગોકળગતિએ ચાલી રહેલું કામ કયારે પુરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement