For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા મંત્રીમંડળની ટીમ તૈયાર!! હર્ષ સંઘવી DyCM, વાઘાણી, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇ શપથ લીધા

02:17 PM Oct 17, 2025 IST | Bhumika
નવા મંત્રીમંડળની ટીમ તૈયાર   હર્ષ સંઘવી dycm  વાઘાણી  રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇ શપથ લીધા

Advertisement

રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા છે.નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.

Advertisement

નવા મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ આધારિત જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ સહિત 8 પટેલ, OBC 8 મંત્રીઓ, SC 3 મંત્રીઓ, ST 4 મંત્રીઓ, 3 મહિલા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જો વિસ્તાર મુજબ જોઈએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રના કાંતિ અમૃતિયા, કુંવરજી બાવળિયા, રિવાબા, અર્જૂન મોઢવાડિયા, કૌશિક વેકરિયા સહિત 8 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement