દ્વારકાના વસઈ નજીક નવું એરપોર્ટ બનશે
દ્વારકામાં વર્ષો થી રાહ જોવાતું નવું એરપોર્ટ હવે વસઈ નજીક બનવાની શક્યતાઓ વધુ બળવાન બની રહી છે. શરૂૂઆતમાં નવિ ધ્રેવડ અને ત્યારબાદ મોજાપ (શિવરાજપુર બીચ નજીક) જેવા વિસ્તારો પર વિચાર થયો હતો, પરંતુ હવે વસઈનું સ્થાન સૌથી વ્યૂહાત્મક અને ઉપયોગી માનવામાં આવી રહ્યું છે. આ વિસ્તારથી બેટ દ્વારકા (ભગવાન શ્રીકૃષ્ણનું નિવાસ સ્થાન), શિવરાજપુર બીચ (બ્લૂ ફ્લેગ બીચ), નાગેશ્વર જ્યોર્તિલિંગ તેમજ( દ્વારકો જગત મંદિર) - આ બધા પવિત્ર અને આકર્ષક સ્થળો માત્ર 15 થી 20 કિમીની અંદર આવે છે. એટલે વસઈના આ એરપોર્ટથી તમામ ધાર્મિક અને પર્યટન સ્થળોએ સરળ અને ઝડપી કનેક્ટિવિટી મળશે.
પર્યટન વિભાગે પહેલેથી જ મુખ્ય આકર્ષણો સુધીના માર્ગોને વસઈ સાથે જોડવા માટે રોડ કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. આ પૂર્વ તૈયારી બતાવે છે કે અવરજવર માટેનું માળખાગત કામ શરૂૂ થઈ ગયું છે.
જો કે મુખ્ય વાત એ છે કે દ્વારકાનું બહુ પ્રતિક્ષિત નવીન એરપોર્ટનું અધિકૃત જાહેર એલાન ક્યારે થશે? સાથેજ દ્વારકા કોરિડોર માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જે આ સમગ્ર વિસ્તારમાં ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર અને આધ્યાત્મિક પ્રવાસન વિકાસનું દરવાજું ખોલી દેશે. આ કોરિડોરનો મુખ્ય આકર્ષણ બની રહેશે - નસ્ત્રશ્રી કૃષ્ણ ભગવાનના જીવન આધારિત એક વિશેષ પએક્સપિરીયન્સ ઝોનથ, જે પ્રવાસીઓને દિવ્ય અને આધ્યાત્મિક અનુભવ કરાવશે. આ ઝોન એક યુનિક સિદ્ધિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ મેળવે તેવી શક્યતા છે.
આ વિકાસના પગલે નાગેશ્વર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. નાગેશ્વર રોડ નજીકની જમીન રૂૂ.80 લાખ પ્રતિ એકરના ભાવે વેચાઈ છે, જે આ વિસ્તારમાં અત્યારસુધીનો સૌથી ઉચો સૌદો છે. જેમ જેમ વસઈ વિસ્તારનું મહત્વ વધી રહ્યું છે, તેમ તેમ દ્વારકા ને માત્ર ધાર્મિક નહીં પણ વૈશ્વિક પર્યટન હબ બનાવવાના સ્વપ્ન સાકાર થવા તરફ આગળ વધી રહેલું છે.