For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડલધામના મંચ પર કયારેય રાજકારણ આવવા ન દેતા : નરેશ પટેલ

01:26 PM Sep 23, 2025 IST | Bhumika
ખોડલધામના મંચ પર કયારેય રાજકારણ આવવા ન દેતા   નરેશ પટેલ

2027માં ખોડલધામને 10 વર્ષ પૂર્ણ થતા 3થી 5 દિવસનો મહોત્સવ ઉજવવા જાહેરાત, સતત 15માં વર્ષે પ્રથમ નોરતે પદયાત્રાનો સિલસિલો જળવાયો

Advertisement

હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થયો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે સતત પંદરમા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ગુજરાતભરમાંથી લેઉઆ પટેલ સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો.

આ પદયાત્રા સવારે નવ વાગ્યે કાગવડ ગામથી માં ખોડલના જય જયકાર સાથે નરેશ પટેલની આગેવાનીમાં પ્રારંભ થઇ હતી. જેમાં માં ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા હતાં. મંદિરે પહોંચીને માં ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર નરેશભાઈ દ્વારા ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Advertisement

ધ્વજા રોહણ બાદ મંદિરના પરિસરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં પદયાત્રામાં ઉપસ્થિત લેઉઆ પટેલ સમાજના રાજકીય આગેવાનો અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધરાસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કેશવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખોડલધામમા યોજાયેલ સભામા નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામના મંચ ઉપર ક્યારે રાજકારણ કરવું નથી. વ્યવહાર આપણે ભાઈચારાનો બનાવી રાખવાનો છે. આ મંચ ઉપર ક્યારે રાજકારણ આવવા ન દેતા. ચૂંટણી તો આવશે અને જશે, મતભેદો થશે મન ભેદો ક્યારે ન કરવા નરેશ પટેલે લોકોને અપીલ કરી.

તેમણે કહ્યું કે, 2017 પછી મોટા કાર્યક્રમો આપણે કર્યા નથી. 2027 માં આપણે દીસાપ્તાપદી મહોત્સવનું આયોજન કરીશું. આ કાર્યક્રમ 3 થી 5 દિવસ સુધીનો રાખીશું. પુત્ર શિવરાજ પટેલના નિવેદન મામલે નરેશ પટેલે કહ્યું કે પોતા પોતાના નિવેદન સૌ કરતા હોય છે, તેમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, તેની સાથે સંકલન કરો નરેશ પટેલે પોતાના સંબોધનમાં સૌને નવલા નોરતાની શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે માતૃશક્તિનો આ પર્વ આજથી શરૂૂ થઈ રહ્યો છે ત્યારે ખોડલધામના સંગઠન અને એકતામાં મહિલાઓનો ફાળો સૌથી વધુ છે.

માતાઓ ખોડલધામના કોઈપણ કાર્યક્રમમાં હંમેશા ખડેપગે હોય છે. ત્યારે માતાઓના આવા જ આશીર્વાદ હંમેશા વરસતા રહે તેવી આ પાવન દિવસે પ્રાર્થના. આ ઉપરાંત નરેશભાઈ પટેલે એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 જાન્યુઆરી 2027ના રોજ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી 2027ના રોજ શ્રી ખોડલધામ મંદિરે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં 1008 કુંડી યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.

આ ધર્મસભામાં ઉપસ્થિત ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે આ વિશ્વમાં સૌથી મોટી શક્તિ હોય તો માતાજીની ભક્તિ છે અને ત્યારપછી સમાજની એકતાની શક્તિ છે. આ બંને શક્તિને નરેશ પટેલે ઓળખી છે અને ઘણાને પ્રેરણા મળી છે. ખોડલધામનું સંગઠન હરહંમેશ કોઈપણ આપત્તિમાં લોકોની પડખે રહીને કામ કરે છે. ધારાસભ્ય મહેશભાઈ કશવાલાએ જણાવ્યું હતું કે, સમાજની એકતાનો પેઢીઓ દર પેઢીઓનો વિચાર નરેશ પટેલે ખોડલધામનું નિર્માણ કરીને મૂર્તિમંત કર્યો છે.

આ આપણા સમાજની શક્તિ છે. ત્યારે આ ભાવ હંમેશા જાળવી રાખીએ. પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં શ્રી ખોડલધામના ટ્રસ્ટી ઓ , ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્યના ક્ધવીનરો, મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ, યુવા સમિતિ જોડાયા હતાં.

નવરાત્રિ દરમિયાન મંદિરે માં ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામા આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામા આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement