યુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં આર્થિક ભીંસથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
યુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. આ મામલે પોલીસે જણાવ્યુ હતુ કે યુવાને આર્થિક તંગીથી કંટાળી આ પગલુ ભરી લીધું છે.બનાવની વિગતો પ્રમાણે અર્ચન એપાર્ટમેન્ટમાં રહેતા અમર ઉર્ફે અરૂણભાઇ પ્રેમજીભાઇ પરિહાર નેપાળી (ઉ.વ.25)એ એપાર્ટમેન્ટના ગાઉન્ડ ફલોર પર આવેલી ઓરડીમાં ગળેફાંસો ખાઇ લેતા તેમને 108ના ઇએમટી નરેશભાઇ યુવાનને મૃત જાહેર કર્યો હતો.
તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે યુનિ.પોલીસના પીએસઆઇ ડી.આર.રત્નુ અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી.પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે, અમરના માતા હયાત નથી. પિતા માનસિક બીમાર છે. તેમજ પોતે ચોકીદારી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે આર્થિક તંગીને કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી હતી. જેથી યુવાને આપઘાત કરી લીધો હતો. આ અંગે યુનિ.પોલીસના પીએસઆઇ ડી.આર.રત્નુ અને સ્ટાફે કાગળો કર્યા હતા.