ગોંડલ રોડ ઉપર કોમ્પલેક્સમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢનો ફાંસો ખાઈ આપઘાત
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢે કોમ્પલેક્ષની અગાસી પર એંગલમાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર નવા કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં રહેતાં અને ચોકીદારી કરતાં પુરતભાઈ પ્રતાપસિંગ સુનાર નામના 45 વર્ષના પ્રૌઢે વહેલી સવારે અગાસી પર એંગલમાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે. મૃતક પ્રૌઢ મુળ નેપાળના વતની હતાં અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતાં ગોપાલ જીણાભાઈ શિંગાળા (ઉ.22) મધરાત્રે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.