મેટોડામાં જમવા આવેલા સાઢુ ભાઈને પાડોશીએ માર મારતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું
મેટોડામાં જમવા આવેલા સાઢુભાઈ ઉપર પાડોશી શખ્સે હુમલો કર્યો હતો. જે અંગે માઠુ લાગી આવતા આધેડે ફિનાઈલ પી લીધું હતું. મારામારીમાં ઘવાયેલા યુવાન અને ફિનાઈલ પી લેનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામાં રહેતા અશોકભાઈ દેવાભાઈ વડેચા નામના 50 વર્ષના આધેડના ઘરે તેમના સાઢુભાઈ આનંદબાબુભાઈ ગડિયલ ઉ.વ. 42 જમવા માટે આવ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા બીપીન સહિતના શખ્સોએ ઝઘડો કરી અશોકભાઈ વડેચા ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. સાઢુભાઈને છોડાવા વચ્ચે પડેલા આનંદભાઈ ગડિયલને પણ માર માર્યો હતો. ઘરે જમવા આવેલા સાઢુભાઈને માર મારતા અશોકભાઈ વડેચાને માઠુ લાગી આવ્યું હતું. જેના કારણે ફિનાઈલ પી લીધું હતું. મારમારીમાં ઘવાયેલા આનંદ ગડિયલ અને ફિનાઈલ પી લેનાર તેના સાઢુ અશોકભાઈ વડેચાને સારવાર માટે ખશેડવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત બીજા બનાવમાં નહેરુનગરમાં રહેતા અનિલકુમાર રામકેવલ ગૌતમ નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે શોભારામ ઉર્ફે ચીંટુ સહિતના શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.