સ્ટેન્ડિંગમાં નેહલની સટાસટી; પાર્કિંગની સુવિધા મફત આપો, પૈસા હું આપીશ
અધિકારીઓ અને સ્ટેન્ડિંગના સભ્યોની મનમાની સામે નેહલ શુકલએ 11 દરખાસ્તમાં વાંધા કાઢી અધિકારીઓને આડે હાથ લીધા!
મનપાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફકત 30 મીનિટમાં કમિશનરે રજૂ કરેલી ગમે તેટલી દરખાસ્ત હોય તે મંજૂર કરી લેવામાં આવતી હોય છે. સંકલનના નામે દરખાસ્ત મુદ્દે અધિકારીઓ સાથે ભાગ્યે જ ચર્ચા થતી હોય છે. જેના લીધે અમૂક અધિકારીના અથવા રાજકીણઓના મળતીયાઓ લાભ ખાટી જાય છે. અથવા પ્રજાના પૈસાનું પાણી થતું હોય છે. જેમાં આ વખતે સ્ટેન્ડિંગના સભ્યો નેહલ શુકલે પણ અનેક વખત દરખાસ્તોનો વિરોધ કર્યો છે. જેમાં આજે પણ પે એન્ડ પાર્કિંગની દરખાસ્તની વિરોધ કરી રાજકોટના તમામ પાર્કિંગ મફતમાં આપવામાં જોઇએ અને તે રકમ હું વધારાના એક લાખ રૂપિયા સાથે મનપાને ભરપાઇ કરીશ તેવુ જણાવી અલગ અલગ શંકાસ્પદ 11 દરખાસ્તનો વિરોધ કરી અધિકારીઓને આડેહાથ લેતા ચકચાર મચી ગય છે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 84 દરખાસ્ત પૈકી 28 સ્થળે પે એન્ડ પાર્કિંગની દરખાસ્ત રજૂ થયેલ જે મુદ્દે સ્ટેન્ડિંગ સભ્ય નેહલ શુકલે સ્ટેન્ડિંગના સભ્યો અને અધિકારીઓને જણાવેલ કે, પે એન્ડ પાર્કિંગ પ્રથાબંધ કરવી જોઇએ અને નિયત કરેલા સ્થળોએ લોકોને મફતમાં વાહનો પાર્ક કરવાની છૂટ આપવી જોઇએ અથવા 1 રૂપિયો ટોકન દર લેવો જોઇએ પે એન્ડ પાર્કિંગ થકી થતી આવક ઉપરાંત એક લાખ રૂપિયા હું મહાનગરપાલિકાને આપીશ તેમણે વધુમાં જણાવેલ કે પે એન્ડ પાર્કિંગનું સંચાલન કરતા મોટાભાગના શખ્સો માથાભારે હોવાથી તેમજ તેમના દ્વારા પાર્કિંગ સ્થળે મૂકવામાં આવેલ માણસો અપશબ્દો બોલતા અથવા લોકોનું માન ભંગ થાય તેવો વાણીવિલાસ કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
તેમજ મનપાએ નિયત કરેલ વાહનનની ફી ઉપરાંત વધુ રકમ પડાવવામાં આવે છે. જેના લીધે શહેરીજનો પે એન્ડ પાર્કિંગનો ઉપયોગ કરવાના બદલે આડેધડ વાહનો પાર્ક કરી રહ્યા છે. જેના કારણે આજ સુધી ટ્રાફિક સમસ્યા હલ થઇ નથી. આથી મફતમાં પાર્કિંગ આપી શહેરીજનોની સમસ્યા અને ટ્રાફિક માંથી છૂટકારો મેળવવો જોઇએ.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નેહલ શુકલે તડાફડી બોલાવી પાર્કિંગ પોલીસીનો વિરોધ કરતા કમિટીમાં ઉપસ્થિત સ્ટેન્ડિંગના સભ્યો અને અધિકારીઓએ જણાવેલ કે, આ પોલીસી રાજ્ય સરકારની હોવાથી તેમા મહાનગરપાલિકા કોઇ જાતી બાંધછોડ કરી શકતું નથી. તેવુ જણાવી નેહલ શુકલના વિરોધ અને તેઓએ આપેલ દરખાસ્તનો છેદ ઉડાવી દીધો હતો.
સ્ટેન્ડિંગની શંકાસ્પદ 13 દરખાસ્તનો પણ વિરોધ કર્યો
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે સ્ટેન્ડિંગ સભ્ય નેહલ શુકલ દ્વારા પે એન્ડ પાર્કિંગ પોલીસીનો વિરોધ કરી લોકોને ફીમાં પાર્કિંગ સુવિધા આપી તમામ ખર્ચો પોતે ઉઠાવશે તેમ જણાવ્યા બાદ અન્ય 11 દરખાસ્તનો પણ વિરોધ કરેલ જેમાં કોર્પોરેશનના પ્રતિનિધિ સમાવાની વાત થયેલ તે રચના થયેલ નથી. તેમજ ફૂલછાબ ચોકથી હરીહર ચોક સુધીના વોકળાનું કામ ચાલુ પણ થઇ ગયુ છે. તો ઠરાવ પહેલા કેવી રીતે કામ ચાલુ થયુ તથા બીએસયુપી યોજનાના 1056 આવાસો માટે લાભાર્થીઓ પાસેથી કયા નિયમ હેઠળ પૈસા લેવામાં આવ્યા છે. તેમજ રેસકોર્ષ રીંગરોડ પર ડેકેરેટીવ શા માટે કરવામાં આવે છે. ત્યા પહેલી જ લાઇટ છે. તથા વાહન પે એન્ડ પાર્કિંગ પ્રથારદ કરવી જોઇએ. તેમજ નાણાકિય ચૂકવાણા બાબતે જીપીએમસી 1950ની કલમ હેઠળ નવો એકટ છે જ નહીં તેથી આ દરખાસ્ત ખોટી છે. તથા દિવાળી કાર્નિવલ માટે રેટ કોન્ટ્રાક્ટ થાય છે તો ટેન્ડર શા માટે તથા સ્માર્ટ સિટી વિસ્તારમાં વર્કિગ વુમન હોસ્ટેલ કોઇ વ્યકિતના લાભા માટે બનાવવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યા ઉપયોગી પણ નથી. રણછોડ નગરની શાળા લિઝથી શા માટે આપવી તેમજ આવી કેટલી શાળા લીઝ ઉપર છે. તેનો ઉલ્લેખ નથી. તેમજ એક કર્મચારી કાયમી છે કે, નહીં તેમજ સર્વેશ્ર્વર દુર્ઘટના મુદ્દે પગલા કેમ નથી લેવાયા તે સહિતના મુદ્દે તડાફડી બોલાવી હતી.