For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટેન્ડરમાં ગોલમાલની આશંકા, નેહલ શુક્લનો ધડાકો

03:23 PM May 13, 2025 IST | Bhumika
ટેન્ડરમાં ગોલમાલની આશંકા  નેહલ શુક્લનો ધડાકો

જનરલ બોર્ડની પ્રશ્ર્નોતરીનો સમય અને સંકલન થઈ ગયા બાદ ફરી વખત નેહલના પ્રશ્ર્નનો સમાવેશ થતાં ભારે ચર્ચા

Advertisement

મહાનગરપાલિકાના જનરલ બોર્ડના શાસકપક્ષના કોર્પોરેટરો અને વિપક્ષના કોર્પોરેટરો દ્વારા પ્રજાલક્ષી પ્રશ્ર્નો પુછવામાં આવતા હોય છે. જનરલ બોર્ડની તારીખ જાહેર થયા બાદ પ્રશ્ર્નોતરી માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તે દરમિયાન દરેક કોર્પોરેટરે પોતાનો પ્રશ્ર્ન રજૂ કરવો પડે છે અને ત્યાર બાદ સંકલનની બેઠક બોલાવવામાં આવે છે. પરંતુ ભાજપના કોર્પોરેટર નેહલ શુકલ દ્વારા આજે ફરી વખત સંકનની બેઠક સમાપ્ત થયા બાદ છેલ્લે છેલ્લે મનપાના તમામ ટેન્ડરો અંગે પ્રશ્ર્નો પુછી તેમજ ફાયર એનઓસી મુદ્દે પેટા પ્રશ્ર્નો પુછી ટેન્ડર પ્રક્રિયા પર શંકા વ્યક્ત કરી હોય તેમ પાછલા બારણેથી પ્રશ્ર્ન મુકતા ચકચાર મચી ગઈ છે.

મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આગામી 20 મેના રોજ મળનાર છે. જેની જાહેરાત ગઈકાલે કરવામાં આવેલ બોર્ડમાં એજન્ડાની દરખાસ્ત અંગે ચર્ચા કરી તેને મંજુરી આપવામાં આવે છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પ્રશ્ર્નોતરી માટે સમય ફાળવવામાં આવતો હોય છે. ગઈકાલે જનરલ બોર્ડની જાહેરાત થયા બાદ પ્રશ્ર્નોતરી માટેનો સમય ફાળવવામાં આવે કારણ કે, શાસકપક્ષ અને વિપક્ષ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નોની ક્રમાંક માટે કાયમી હોડ લાગતી હોય છે.

Advertisement

તેના લીધે સમયસર પ્રશ્ર્ન રજૂ કરવા માટે કોર્પોરેટરોનો ધસારો રહેતો હોય છે. અને સમય મર્યાદામાં પ્રશ્ર્નો રજૂ કરવામાં આવે છે. આ વખતે પણ તા. 20મીના રોજ જનરલ બોર્ડ હોવાથી પ્રશ્ર્નોતરી માટે ભાજપના 12 કોર્પોરેટરો દ્વારા 19 પ્રશ્ર્નો રજૂ કરાયા હતાં. તેમજ કોંગ્રેસના એક કોર્પોરેટર મારફતે ત્રણ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા છે. આમ પ્રશ્ર્નોતરીની સમય મર્યાદા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના 13 કોર્પોરેટર દ્વારા 22 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે અને તમામ પ્રશ્ર્નોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ મુદ્દે સંકલન પણ કરવામાં આવેલ ગઈકાલે પ્રશ્ર્નોતરીની સમય મર્યાદા પૂર્ણ થતાં લાગતુ હતું કે, પ્રથમ પ્રશ્ર્ન ભાજપના મહિલા કોર્પોરેટરનો છે અને કુલ 22 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. પરંતુ સાંજે ભાજપના કોર્પોરેટર નેહલ શુકલે એન્ટ્રી કરતા ભારે ચર્ચા જાગી હતી.

પ્રશ્ર્નોતરીનો સમય પૂર્ણ થયા બાદ નેહલ શુકલ દ્વારા આ વખતે પણ બન્ને પ્રશ્ર્નો શંકાસ્પદ પુછવામાં આવ્યા છે અને તેના જવાબમાં મોટા કડાકા થવાની સંભાવના જોવાઈ રહી છે. નેહલ શુકલ દ્વારા પ્રથમ પ્રશ્ર્ન પુછવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાકિામાં એફઆઈઆરઈ, એેનઓસી, મેળવવા અંગેના નિયમોની સંપૂર્ણ માહિતી આપશો.નાણાકીય વર્ષ 2024-25 માં આ એનઓસી મેળવવા અંગેની કેટલી અરજી હાલ પેન્ડીંગ છે અને કેટલી નામંજુર કરવામાં આવી તે જણાવશો.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા નાણાકીય વર્ષ 2022-23થી 2024-25 સુધીમાં કોર્પોરેશનની વિવિધ બ્રાંચ દ્વારા રૂા. 20 લેખે કે તેથી વધુની રકમના ટેન્ડર બહાર પાડ્યા હોય કે મંજુર કરવામાં આવ્યા હોય તેવા દરેક ટેન્ડર અંગેની માહિતી આપશો કે જેમાં ટેન્ડર જે તારીખે પબ્લીશ કર્યુ હોય તે તારીખ અને ત્યાર બાદ તેના જે તારીખ પર ટેક્નીકલ અને પ્રાઈઝ ખોવામાં આવ્યા હોય તે તારીખ અને ત્યાર બાદ વર્કઓર્ડર આપ્યાની તારીખ અને ત્યાર બાદ ટેન્ડરથી અધિકૃત થયે એજન્સીને તે ટેન્ડરની રકમનું જેટલી વાર ચુકવણુ કરવામાં આવ્યું હોય તેની તારીખ સાથેની વિગતો સમાવિષ્ઠ કરીને બ્રાંચ વાઈઝ અને નાણાકીય વર્ષ વાઈઝ અલગ અલગ દર્શાવીને આપવી. તે સહિતના બે પ્રશ્ર્નો પુછતા તેનો જવાબ બોર્ડમાં વચાશે નહીં પરંતુ આ જવાબ ચકચાર જરૂર મચાવશે તેવું લાગી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement