NEET UGનું પરિણામ જાહેર, રાજસ્થાન અવ્વલ, ગુજરાતના બે છાત્ર ટોપ-10માં
ઈન્દોરનો વિદ્યાર્થી બીજા સ્થાને, 75 વિદ્યાર્થીઓનું પરિણામ બાકી રહ્યું
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA )એNEET UG 2025નું પરિણામ જાહેર કર્યું. રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે અને ઇન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે.
ઇન્દોર કેન્દ્રો પરNEET UG પરીક્ષા આપનારા 75 ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે 4 મેના રોજ તોફાન અને વીજળી ગુલ થવાને કારણે તેમનું પેપર બગડ્યું હતું. મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચમાં દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી 9 જૂને થઈ હતી. કોર્ટે કહ્યું છે કે NTA આ 75 ઉમેદવારો સિવાયના બધાના પરિણામો જાહેર કરી શકે છે. આ 75 વિદ્યાર્થીઓનું પરિણામ પછીથી જાહેર કરવામાં આવશે. આ પછીNEET UG 2025નું અંતિમ મેરિટ બનાવવામાં આવશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 12.36 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા છે. દિલ્હીની અવિકા અગ્રવાલે મહિલા ગ્રુપમાં પાંચમો ક્રમ મેળવ્યો છે.
કોટામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. મૃણાલ કિશોર ઝા (દિલ્હી) ચોથો ક્રમે, ગુજરાતનો જેનીલ વિનોદભાઈ ભાયાણી 99.99 પરસન્ટાઈલ સાથે છઠ્ઠા ક્રમે, કેશવ મિત્તલ (ચંડીગઢ) સાતમો ક્રમ અને ભવ્ય ઝા (અમદાવાદ) આઠમો ક્રમ મેળવ્યો છે.
પરીક્ષાની ફાઈનલ આન્સર કી સવારે જાહેર કરવામાં આવી હતી. તેમાં 1 પ્રશ્નનો જવાબ બદલાઈ ગયો છે. બુકલેટ 45ની પ્રોવિઝનલ આન્સર કીમાં પ્રશ્ન નંબર 40 માટે સાચો વિકલ્પ 2 હતો, અંતિમ આન્સર કીમાં બંને વિકલ્પો 1, 2 સાચા દર્શાવવામાં આવ્યા છે. બુકલેટ 46માં પ્રશ્ન નંબર 14 માટે સાચો જવાબ 1થી 1, 4 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે બુકલેટ 47માં, પ્રશ્ન નંબર 20 માટે સાચો વિકલ્પ 3 થી 2, 3 કરવામાં આવ્યો છે, જ્યારે બુકલેટ 48માં પ્રશ્ન નંબર 15 માટે સાચો વિકલ્પ 4 થી 3, 4 કરવામાં આવ્યો છે. NEET-UG પરીક્ષા 4 મે ના રોજ બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી દેશભરના 5 હજારથી વધુ કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોમાં MBBS અભ્યાસક્રમોમાં સીધો પ્રવેશ મળશે. NEET-UG માટે 22.7 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 13.76 લાખ છોકરીઓ અને 9.98 લાખ છોકરાઓએ નોંધણી કરાવી હતી. આ પરીક્ષામાં 20.8 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી.
રાજકોટના સિદ્ધ વોરાએ પણ ટોપરમાં સ્થાન મેળવ્યું
નીટ યુજીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સિદ્ધ વોરાએ પણ ટોપરમાં સ્થાન મેળવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, પરિક્ષાનું પેપર અઘરુ અને લાંબુ હતું હોશિયાલ વિદ્યાર્થીઓને પણ પ્રશ્ર્ન લખવાના બાકી રહી ગયા હતાં. છતાં પણ મારે સારાએવા માર્કસ આવતા ટોપમાં સ્થાન મળ્યું છે. મારે કાર્ડિયોલોજી બ્રાન્ચમાં કેરિયર બનાવવું છે.