રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીલા નજીક ટ્રકચાલકે મગજ ભમતો હોવાથી જાતે જ ગુપ્તાંગમાં છરી ઝીંકી

05:08 PM Oct 04, 2024 IST | Bhumika
oplus_2097184
Advertisement
Advertisement

ચોટીલા નજીક વણકી ગામ પાસે ટ્રક ચાલકે મગજ ભમતો હોવાથી જાતે જ ગુપ્તાંગમાં છરી ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુળ આંધ્રપ્રદેશના પ્રૌઢ ટ્રકમાં મકાઇ ભરીને આવતા હતા ત્યારે હાઇવે પર ટ્રક ઉભો રાખી સુતા હતા ત્યારે આ પગલું ભરી લીધું હતું.

જાણવા મળતી વિગત મુજબ મુળ આંધ્રપ્રદેશના વિજયવાડાનો ટ્રક ચાલક શયધભાઇ શયફુલભાઇ શેખ (ઉ.વ.55) નામના પ્રૌઢ મહારાષ્ટ્રથી ટ્રકમાં મકાઇ ભરીને ચોટીલા આવતા હતા ત્યારે ગઇકાલે સવારે ચોટીલાના વાગડી ગામ પાસે ટ્રક ઉભો રાખી સુતા હતા ત્યારે પોતાની જાતે ગુપ્તાંગમાં છરી ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં મગજ ભમતો હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ટ્રકચાલક બે ભાઇમાં નાના અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement