ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તમામ જિલ્લામાં NDRF-SDRFની ટીમો મદદ માટે તૈનાત

04:56 PM Jun 18, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર સહિતની વ્યવસ્થા કરવા દરેક કલેકટરોને મુખ્યમંત્રીની સૂચના

ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી વરસાદની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી મુખ્યમંત્રી મંગળવારે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, એન.ડી.આર.એફ., કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા - સજ્જતાની સમીક્ષા કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પૂલો, નાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં, આવા સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ અને જરૂૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશો પણ મુખ્યમંત્રી આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે જે વિસ્તારોના ગામોમાં સંપર્ક કોમ્યુનિકેશન નેટવર્કને અસર પહોંચી છે ત્યાં સેટેલાઈટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ઉભી કરી એવા ગામોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાની સૂચનાઓ આપી હતી.

નિચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમજ પશુઓ, ઢોર-ઢાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ તેમજ આવા આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની, આરોગ્યની પુરતી સુવિધા જળવાય તે માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી તેમણે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે તે સંદર્ભમાં પણ તંત્ર વાહકો પૂરતું આયોજન કરીને ઝીરો કેઝ્યુઅલ્ટીના અપ્રોચથી સતર્ક રહે તેવું માર્ગદર્શન આપ્યું હતું.વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે N.D.R.F. ની 12 ટીમો 12 જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 20 જિલ્લાઓમા S.D.R.F. ની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે. આમ રાજ્યના બધા જ જિલ્લાઓમા N.D.R.F. અનેS.D.R.F.ની ટીમો સ્થાનિક પ્રશાસનની જરૂૂર જણાયે મદદ માટે તૈનાત રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુન: કાર્યરત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી. ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિચાણ વાળા વિસ્તારોમાંથી કુલ 259 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ બોટાદ અમરેલી જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ થી વાત ચીત કરીને તેમને ત્યાં થયેલી બચાવ રાહત અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને અધિક મુખ્ય સચિવઓ તથા વરિષ્ઠ સચિવો , ગ.ઉ.છ.ઋ અને હવામાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવા DEOને સત્તા આપી દેવાઇ
ગુજરાત મિરર, ગાંધીનગર તા. 18- રાજ્યમા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશોમાં ચોમાસાની તીવ્રતા વધતા , શાળાઓના કમિશનરે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓમાં રજાઓ જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) ને સત્તા આપતો પરિપત્ર જારી કર્યો.સરકારે DEO ને શાળાઓ બંધ રાખવા અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા અને જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ સાથે સલાહ લેવાનો નિર્દેશ આપ્યો હતો જો પૂર , રસ્તાઓ અવરોધ અથવા હવામાન સંબંધિત અન્ય જોખમોને કારણે સ્થાનિક પરિસ્થિતિ જોખમી માનવામાં આવે છે તો DEO ને વર્ગો સ્થગિત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.પરિપત્રમા જણાવાયું છે કે આવા કોઈપણ નિર્ણયની મૂંઝવણ ટાળવા માટે તમામ શાળાઓને ઝડપથી જાણ કરવી જોઈએ. શિક્ષણ વિભાગે અધિકારીઓને મહેસૂલ વિભાગ અથવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું કડક પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.સરકારે અધિકારીઓને સતર્ક રહેવા અને પરિસ્થિતિ વધુ વણસે તો નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરી છે. રાજ્યમાં વધુ તીવ્ર બનેલ ચોમાસાને કારણે આગામી થોડા દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonNDRF-SDRF teamrain fall
Advertisement
Next Article
Advertisement