ગોંડલની સ્કૂલના NCCની વિદ્યાર્થિનીના ગ્રૂપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ થતા દેકારો
ગોંડલ ની એક પ્રતિષ્ઠિત ક્ધયાશાળા માં ચાલતા એનસીસી યુનિટ ની બાળાઓ નાં મેસેજ ગૃપ માં કોઇએ અશ્ર્લીલ ફોટા અપલોડ કરતા વિદ્યાર્થીનીઓ તથા વાલીઓ મા રોષ જોવા મળ્યો હતો બનાવ ને લઇ ને સ્કુલ નાં પ્રિન્સિપાલ ને રજુઆત કરાતા તેમણે ગોંડલ પોલીસ માં ફરીયાદ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ આ ક્ધયાશાળા નાં એનસીસી યુનિટ માં 42 જેટલી વિદ્યાર્થીનીઓ કેડેટ તરીકે જોડાયેલીછે. એનસીસી ને લગતા મેસેજ માટે કેડેટસ નાં મોબાઇલ માં SPC જુનિયર-23 નામનું ગૃપ કાર્યરત કરાયુ છે.એનસીસી નાં કેમ્પસ કે તાલીમ,પરેડ વગેરે માટે જરુરી સુચના આ ગૃપ માં મુકાતી હોય છે.જેથી કરીને કેડેટસ ને મેસેજ મળી રહે.
દરમિયાન થોડા દિવસ પુર્વે આ ગૃપ માં હોટ સેક્સી ગર્લ્સ વિડીયો કોલીંગ ચેટીંગ એપ નામે યુવતીનાં બિભત્સ ફોટા અપલોડ કરાયા હોય વિદ્યાર્થીનીઓ માં હડકંપ મચી જવા પામ્યો હતો. બનાવ અંગે વાલીઓ એ શાળાનાં પ્રિન્સિપાલ ને જાણ કરી હતી.
દરમિયાન અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ પ્રિન્સિપાલ ને રજુઆત કરતા પ્રિન્સિપાલે બીથડીવીઝન પોલીસ માં મોબાઇલ નાં સ્ક્રીન શોટ સાથે લેખીત ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરીછે.અપલોડ કરાયેલા અશ્ર્લીલ ફોટા સાથે કેટલાક મોબાઇલ નંબર પણ હોય પોલીસે આ નંબર પરથી આવી અભદ્ર હરકત કરનાર ને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.એનસીસી યુનિટ રાષ્ટ્રીય કક્ષાએ પોલીસ વિભાગ સાથે કાર્યરત હોય તેની મહીલા કેડેટસ સાથે થયેલી અભદ્ર હરકત ચર્ચા નો વિષય બનીછે.
