For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નયારા એનર્જી દ્વારા ધ ગીર ઇનહેરિટેન્સ કોફી ટેબલ બુકનું કરાયું અનાવરણ

05:14 PM Nov 03, 2025 IST | admin
નયારા એનર્જી દ્વારા ધ ગીર ઇનહેરિટેન્સ કોફી ટેબલ બુકનું કરાયું અનાવરણ

આંતરરાષ્ટ્રીય સ્તરની ઈન્ટીગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ ધ ગીર ઈનહેરિટેન્સ નામના કોફી ટેબલ બૂકનું અનાવરણ કર્યું છે, જે ગીરના સમૃદ્ધિથી ભરેલા વારસા તથા સ્થાયી સંરક્ષણની વિરાસતને સેલિબ્રેટ કરે છે. અભ્યારણ દ્વારા પ્રકાશિત આ પુસ્તક ગીરના સુપ્રસિદ્ધ સિંહના સમર્થનના પગલાં સ્વરૂૂપે પસંદગીના પ્રાપ્તકર્તાઓને ભેટ આપવામાં આવી છે. આ પુસ્તક પ્રકૃતિની સાનુકૂળતા અને આગામી પેઢીઓ માટે તેને સંરક્ષિત કરવાના સતત પ્રયાસોને માટે ઉમદા પહેલ છે. આ ઉપરાંત આ એક વ્યાપક અનુભવને પ્રદાન કરે છે, જેમાં ગીરની અસાધારણ જૈવ વૈવિધ્યતાના વારસા તથા તેને સુરક્ષિત રાખવાના પ્રયાસોને દર્શાવવા માટેની આકર્ષક કથાઓ અને વિચારોત્તેજક કલ્પનાઓનું કલાત્મકને ઉત્તમ રીતે રજૂ કરવામાં આવેલ છે. જૈવ વિવિધતા અને સ્થાનીય આજીવિકા બન્નેને જાળવી રાખવામાં સંરક્ષણની અત્યંત મહત્વની ભૂમિકાને દર્શાવતા આ પુસ્તકમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવેલ છે કે કેવી રીતે વન્યજીવોની સુરક્ષા કરવાથી સમુદાયોને પોષણ આપે તેવી ઈકોસિસ્ટમની સુરક્ષા થાય છે, આ ઉપરાંત ટકાઉ ભવિષ્ય માટે ઈનોવેટીવ દ્રષ્ટિકોણ તથા સામુદાયિક રોકાણને પ્રેરણા મળે છે.

Advertisement

" નયારા એનર્જીમાં અમે ભારતના નેચરલ હેરિટેજના સંરક્ષણ તથા જતન માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. અમે આ મહત્વના કાર્યને સાકાર કરવાને લઈ ગર્વ અનુભવી છીએ. ગીર ઈનહેરિટન્સ તે તમામ લોકોના સતત સમર્પણ અંગે પ્રશંસા છે કે જેમણે ગીર અને તેની ઈકોસિસ્ટમની રક્ષા માટે સતત પ્રયત્ન કર્યાં છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે આગામી પેઢીઓને આ અમૂલ્ય જીવનને લગતા વારસામાં હાંસલ થયેલ છે. નયારા એનર્જીને આ મહત્વના મિશનમાં ભાગ લેવાને લઈ ગર્વ છે, જે પર્યાવરણ સંરક્ષણ તથા સતત વિકાસ પ્રત્યે અમારી કટિબદ્ધતાની પૃષ્ટિ કરે છે એવું નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તેયમુર અબાસગુલિયેવે જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement