રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડિયાને બે વર્ષ પૂરા, અનેક કામોની આપી ભેટ
પ્રાથમિક સુવિધાના કામો, આવાસ યોજના, અટલ સ્માર્ટ સિટી, ઇન્ડોર ગેમ્સ સંકુલ, અંડરબ્રિજ, આર્ટ ગેલેરી, આરોગ્ય કેન્દ્ર, વોર્ડ ઓફિસ, નવી આંગણવાડી સહિતની યોજનાઓ પૂર્ણ કરી
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, મ્યુઝિકલ નાઇટ, લોક ડાયરા, યોગ દિવસ, હાસ્ય કવિ સંમેલન, દિવાળી ઉત્સવ, મટકી ફોડ સ્પર્ધા, શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધા, આતશબાજી, રન ફોર યુનિટી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી મનોરંજન પૂરું પાડ્યું
રાજકોટનાં મહિલા મેયર નયનાબેન પેઢડીયાને મેયર તરીકે આજે બે વર્ષ પુર્ણ થતા તેમણે મેયર તરીકે બે વર્ષ દરમિયાન કરેલી કામગીરીનુ સરવૈયુ જાહેર કર્યુ છે.
મેયર નયનાબેને જણાવ્યુ છે કે , વર્ષ 2021માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયેલ. રાજકોટ મહાનગરપાલિકાની 05(પાંચ) વર્ષની મુદત પૈકી, પ્રથમ 2.5(અઢી) વર્ષની મુદત 12મી સપ્ટેમ્બર,2023ના રોજ પૂર્ણ થતા, બાકી રહેતી 2.5(અઢી) વર્ષની મુદત માટે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 22(બાવીસ)માં મેયર તરીકે મારી વરણી કરવામાં આવી. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા તરીકે લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક તરીકે મનિષભાઈ રાડીયાની વરણી કરવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકાની બીજી 2.5(અઢી) વર્ષની મુદત માટે નવા હોદેદારો વરણી થયાના 02(બે) વર્ષમાં શહેરમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા હરવા-ફરવાના સ્થળ અને પર્યટન સ્થળ વિકસાવવા સહિતના અનેકવિધ લોકભોગ્ય કામો હાથ ધરી, શહેરીજનોને ભેટ આપવામાં આવેલ છે. રાજ્ય સરકાર ની અધિસુચના અન્વયેના તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણીબધ્ધ અનેકવિધ કાર્યક્રમો થકી, શહેરીજનોની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો કરવામાં આવ્યો.
રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને પોતાના નિવાસ સ્થાનથી નજીકના સ્થળે મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે કટીબધ્ધ છે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી તમામ વોર્ડ અને વિભાગોની કામગીરી ઢેબરભાઈ રોડ કાર્યરત મુખ્ય કચેરી એટલે કે, સેન્ટ્રલ ઝોન ખાતેથી કરવામાં આવતી હતી. વર્ષ 1998માં રાજકોટ શહેરની હદ વિસ્તારમાં મવડી, નાના મૌવા અને રૈયા ગામનો સમાવેશ થતા મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો થયેલ.
જેના ભાગરૂૂપે વર્ષ 2006માં 150 ફૂટ રિંગ રોડ પર શ્રી હરીસિંહજી ગોહિલ ભવન વેસ્ટ ઝોન કચેરી અને વર્ષ 2007માં ભાવનગર રોડ પર શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન ઈસ્ટ ઝોન ઓફિસનું નિર્માણ કરી, કાર્યરત કરવામાં આવી. રાજકોટ શહેરની હદ વિસ્તારમાં વર્ષ 2015માં કોઠારીયા અને વાવડી ગામ અને વર્ષ 2020માં મુંજકા, મોટા મૌવા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર-1 સહિતના ગામ વિસ્તારનો સમાવેશ થતા, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વિશેષ વધારો થયેલ છે. જેના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.18, ટી.પી.સ્કીમ નં.12(કોઠારીયા), એફ.બી.નં.15/એ, બોલબાલા 80 ફૂટ મેઈન રોડ, રાધે ચોક, રાધાકૃષ્ણ સોસાયટીની બાજુમાં વોર્ડ નં.15,16,17,18 માટે રૂૂ.27.58 કરોડના ખર્ચે અલગ સુવિધાયુક્ત સાઉથ ઝોન ઓફિસ નિર્માણ કરવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના 22(બાવીસ)માં મેયર તરીકેના મારા 02(બે) વર્ષના કાર્યકાળ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર, રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિસિપલ કમિશનર, શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ભાજપ સંગઠનનાં હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના સર્વે અધિકારીઓ-કર્મચારીઓ, શહેરની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, રંગીલા રાજકોટની જનતાનો તથા પ્રેસ-મિડીયાના પ્રતિનિધિઓ તરફથી રાજકોટ શહેરની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સતત સાથ અને સહકાર મળેલ છે તેમજ આગામી સમયગાળામાં પણ સાથ અને સહકાર મળશે તેવી આશા અને અપેક્ષા રાખું છું.
બે વર્ષમાં થયેલ વિકાસના કામોની આછેરી ઝલક
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર વિસ્તારમાં નિર્માણ પામેલ 1.5 ઇઇંઊં ના 1010 આવાસો યોજનાના લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી ફાળવણી કરવામાં આવ્યા.
શહેરના વોર્ડ નં. ,10,11,13,18માં વિદ્યાર્થી વાંચનાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી.
શહેરના મહિલા ફેરીયાઓ માટે મહિલા હોકર્સ ઝોન બનાવવામાં આવ્યું
.
કોઠારીયા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને વધુ સઘન બનાવવા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન તથા 5-ટી.ડી.પી. ક્ષમતાના વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા.
વોર્ડ નં. માં ટીપી-31માં 12 મી. ટી.પી. રોડ પર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વોર્ડ નં.10 કાલાવડ રોડથી સરીતાવિહાર સોસાયટીના પુલ સુધી તથા વોર્ડ નં.11માં સ્પીડવેલ પાર્ટી પ્લોટથી ન્યુ 150 ફૂટ રિંગ રોડ સુધી સેન્ટ્રલ એલ.ઈ.ડી. લાઈટીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું.
શહેરના વોર્ડ નં.2, 4 ,5,7,15,17માં અત્યાધુનિક, સુવિધાયુક્ત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકાર ના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૂૂ.136 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પર્યટન સ્થળ ‘અટલ સરોવર’ અને ‘એમ્યુઝમેન્ટ પાર્ક’નું લોકાર્પણ કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ EWS-1 કેટેગરીના 12 8, EWS-2 કેટેગરીના 1056 આવાસ એમ કુલ 230 આવાસો યોજનાના લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી ફાળવણી કરવામાં આવ્યા.
શહેરના જુદા-જુદા વોર્ડમાં કુલ 3 હેલ્થ અને વેલનેશ સેન્ટર શરૂૂ કરવામાં આવ્યા.
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ માટે રૂૂ.89.11/- લાખના ખર્ચે ખરીદ કરેલ "ફોમ ટેન્ડર" વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
શહેરના વોર્ડ નં.11માં રૂૂ. 42 કરોડના ખર્ચે 50 ખકઉ ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ તથા ઈ.એસ.આર., જી.એસ.આર. નું નિર્માણ કરવામાં આવ્યું.
શહેરના વોર્ડ નં.12માં વાવડી વિસ્તારમાં રૂૂ.1.93 કરોડના અત્યાધુનિક ગાર્ડન અને બાલક્રીડાંગણનું નિર્માણ કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ કામોની વિજીલન્સ ચકાસણી માટે કુલ રૂૂ.1.12 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક લેબ બિલ્ડીંગનું તથા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
શહેરમાં કાર્બન ઉત્સર્જન અને પ્રદુષણના સ્તરમાં ઘટાડો કરવા, શહેરી ટ્રાન્સ્પોર્ટેશન 138 ઇલેક્ટ્રિક બસ અને 100 સી.એન.જી.ફ્યુઅલ આધારિત એમ કુલ 238 બસ કાર્યરત કરવામાં આવી.
ગોંડલ ચોકડી બી.આર.ટી.એસ. બસ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ માટે બનાવવામાં આવેલ 180 કિલો વોટના કુલ 5 ચાર્જર( 1 સ્પેર) મુજબ ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ફાયર ઇમરજન્સી સર્વિસિઝ વિભાગને અધ્યતન કરવા માટે રૂૂ.3.5 કરોડના ખર્ચે કુલ 4 વાહનો ફાળવવામાં આવ્યા.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી માટે રૂૂ.313.72 લાખના ખર્ચે કુલ 10(દસ) બેકેહો લોડર(જે.સી.બી.) વાહન ફાળવવામાં આવ્યા.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી માટે રૂૂ.3.99 કરોડના ખર્ચે કુલ 10(દસ) ટીપર ટ્રક વાહન ફાળવવામાં આવ્યા.
નાગરિક ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર) માં આધુનિકરણ કરવામાં આવ્યું તેમજ ફરીયાદ નોંધાવવા માટેના શોર્ટ કોડ નંબર 15530 નું લોન્ચિંગ કરવામાં આવ્યું.
વિવિધ ક્ષેત્રમાં મહત્વપપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિકત ‘મેયર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા.
ડ્રેનેજ વિભાગની કામગીરી માટે કુલ 7(સાત) જેટીંગ મશીન વાહનો ફાળવવામાં આવ્યા.
ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના અટલ સ્માર્ટ સિટી સહિત રૂૂ.793. 5 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
વોર્ડ નં. માં ભગવતીપરા વિસ્તારમાં રૂૂ.19.38 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુક્ત માધ્યમિક શાળા(હાઈસ્કુલ)ના બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વોર્ડ નં.15માં રૂૂ.68.61 લાખના ખર્ચે વોર્ડ ઓફિસનું નવું બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત રૂૂ.565.63 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
વોર્ડ નં. 4 માં આવેલ સેટેલાઈટ ચોકથી રેલ્વે ટ્રેક સુધીના રસ્તા પર તથા વોર્ડ નં.5 માં આવેલ પેડક રોડ બાલક હનુમાન મંદિર ચોકથી કુવાડવા રોડ આશ્રમ સુધી રસ્તા પર સેન્ટ્રલ લાઈટીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સહિતના રૂૂ.56. 42 કરોડના વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
ફાયર એન્ડ ઈમરજ્ન્સી સર્વિસીઝ વિભાગના ઉપયોગ માટે રૂૂ.3. 44 કરોડના ખર્ચે 0 (ચાર) મીની ફાયર ફાઈટર વાહન ફાળવવામાં આવ્યા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 04 (ચાર) આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના રોગની સારવાર લેતા દર્દીઓ માટે આશીર્વાદરૂૂપ ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.