રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સવા મહિના પહેલાં જ પરણેલી નવોઢાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

05:36 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબીના લાલપુર ગામ પાસે કારખાનાની ઓરડીમાં રહેતી અને સવા મહિના પહેલા જ પરણેલી નવોઢાએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી નજીક લાલપુર ગામે ઓરેન્ટો નામના કારખાનાની ઓરડીમાં રહેતી સતરબેન વિદેશભાઇ શીંગર (ઉ.વ.21) નામની નવોઢાએ પોતાની ઓરડીમાં લોખંડની ઐગલ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નવોઢા બે ભાઇ બે બહેનમાં નાની હતી. તેના હજુ સવા મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેણે આ પગલુ શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi newssuicide
Advertisement
Next Article
Advertisement