For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો

05:04 PM Jun 16, 2025 IST | Bhumika
કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો

અમદવાદમાં ગુુરુવારે એર ઇન્ડિયાનું પ્લેશ ક્રેશ થતા તેમા 275થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આજે રાજકિય સન્માન સાથે અંતિમવિધી કરવામાં આવી હતી. વિજયભાઇના નિધનથી રાજ્ય સરકાર દ્વારા એક દિવસનો રાજ્ય શોક પાળવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ સહિત રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.સ્વ.વિજયભાઇ રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગોમાં સેવા આપી હતી.

Advertisement

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હોવાના નાતે ગુજરાત સરકાર દ્વારા તેમને મરણોતર સન્માન આપવા માટે આજે રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને રાજકોટમાં આવેલી સરકારી કચેરીઓ રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જિલ્લા પંચાયત, રાજકોટ મહાનગર પાલિકા કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ કમિશનર કચેરી, જિલ્લા પોલીસ વડા કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા શીક્ષણ અધિકારી કચેરી, બહુમાળી ભવન, સેવાસંદન-3, જિલ્લા રસ્ટ્રિર કચેરી, ચેરીટેબલ ટ્રસ્ટ કચેરી સહિતના બિલ્ડિંગઓ ફરકતો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઉતરવામાં આવ્યો હતો અને વિજયભાઇ રૂપાણીને સન્માન આપવામાં આવ્યું હતુ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement