For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આર્કિટેકચર અભ્યાસક્રમમાં પ્રવેશ હેતુ લેવાતી NATAની પરીક્ષા હવેથી ઇપ્સા ખાતે લેવાશે

05:21 PM Mar 23, 2024 IST | Bhumika
આર્કિટેકચર અભ્યાસક્રમમાં પ્રવેશ હેતુ લેવાતી nataની પરીક્ષા હવેથી ઇપ્સા ખાતે લેવાશે

વી.વી.પી.સંચાલીત ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચરનાં નિયામક આર્કિ.કિશોરભાઈ ત્રિવેદી તથા આચાર્ય દેવાંગભાઈ પારેખની સંયુકત યાદી જણાવે છે કે, ભારતમાં આર્કિટેક્ચરના શિક્ષણનું નિયમન કરતી સંસ્થા નકાઉન્સીલ ઓફ આર્કિટેક્ચરથ દ્વારા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર બેચલર ઓફ આર્કિટેક્ચરને આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશની પરીક્ષા NATA (NATIONAL APTITUTE TEST IN ARCHITECTURE)નું સંચાલન કરવાના સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવેલ છેં.

Advertisement

ગઅઝઅ અપ્રિલ-2024થી જુલાઈ-2024 માસ દરમ્યાન પ્રત્યેક શનિવાર તથા રવિવારના રોજ ત્રણ-ત્રણ કલાકના બે સત્રમાં લેવામાં આવશે. પરીક્ષાર્થી શૈક્ષણિક વર્ષ 2024-25 માં વધુમાં વધુ ત્રણ વખત પરીક્ષા આપી શકશે, જેમાંથી મેળવેલ સર્વોત્તમ માર્ક્સને માન્ય ગણવામાં આવશે તેમજ આ પરિણામ બે શૈક્ષણિક વર્ષ સુધી માન્ય ગણાશે. પરીક્ષા હેતુની નોંધણી નનાટાથપોર્ટલ www.nata.in માં કરવાની રહેશે. નનાટાથ-2024 બે ભાગમાં લેવામાં આવશે જેમાં પાર્ટ-1, ડ્રોઈંગ એન્ડ કોમ્પોઝીશન ટેસ્ટ-ઓફ લાઈન ટેસ્ટ-(80 માર્ક્સ) (90 મીનીટસ) તથા પાર્ટ-2, એમ.સી.કયું.-કમ્પ્યુટર બેઇઝ્ડ ઓનલાઈન ટેસ્ટ-(120 માર્ક્સ) (90 મીનીટસ), એમ કુલ 200 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે. સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ હેતુ લાયક થવા આ 200 માર્ક્સ માંથી મીનીમમ 70 માર્ક્સ મેળવવાના રહેશે, જેમાં પાર્ટ-1માં મીનીમમ 20 માર્ક્સ તથા પાર્ટ-2માં મીનીમમ 30 માર્ક્સ હોવા જોઇશે.

પ્રવેશ સબંધિત કોઈપણ પ્રકારની જાણકારી હેતુ નનાટાથ પોર્ટલ www.nata.in અથવા ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર,કાલાવડ રોડ, વાજડી-વીરડા, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.91046 92322, 91045 23522, 95104 37520 માં સર્વે પ્રકારનું માર્ગદર્શન મેળવી શકાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement