ધોરાજીમાંથી બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો નાર્કોટીક્સના તાલીમી ડોગ કેપ્ટોએ શોધી કાઢ્યો
રાજકોટના જીલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો અને હેરફેર કરતા પેડલરો ઉપર અંકુશ મેળવવા જીલ્લા પોલીસ વડાની સુચના અન્વયે ગ્રામ્ય એસઓજીએ નાર્કોટીક્સની તાલીમ પામેલ ડોગ કેપ્ટોને તાજેતર માં જ સ્પેશ્યલ નાર્કોટીક્સની તાલીમ આપવા આવી હોય જેની મદદથી ધોરાજીમાં એક નામચીન શખ્સના ઘરે તપાસ નાર્કોટીક્સની તાલીમ પામેલ ડોગે ઘરના બાથરૂૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો શોધી કાઢતા રૂૂ.1,35,060 રૂૂપિયાનો મુદામાલ કબજે કરી તપાસ કરતા આ શખ્સ ગાંજો સુરતથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા માદક પદાર્થ વેચનાર રીઢા શખ્સોના ઘરની ઝડતી સમયેડોગ ની મદદ લેવા સુચના કરેલ હોય, જેથી અગાઉ નાર્કોટીક્સ ના ગુના માં પકડાયેલ ખીજડાવાળી શેરી, મંસુરી હોલની સામેની ગલી, ગોસીયા મસ્જીદ પાસે રહેતા શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણાના મકાનમાં ચરસ, ગાજાનુંવેચાણ કરતો હોવાની બાતમીને આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા તાજેતર માં જ સ્પેશ્યલ નાર્કોટીક્સની તાલીમ લઇને આવેલ જીલ્લા પોલીસના તાલીમ પામેલ ડોગ કેપ્ટોને સાથે રાખી તપાસ કરતા શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણાના મકાનમાં બાથરૂૂમના ભાગે સંતાડી રાખેલ રૂૂ. 1,20,060 ની કીમતનો 12.006 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ડોગ કેપ્ટો એ શોધી કાઢતા પોલીસે રૂૂ.1,20,060 રૂૂપિયાનો ગાંજો અને 3 મોબાઈલ સહીત 1,35,060 રૂૂપિયાનો મુદામાલ કબજે કરી શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણાની ધરપકડ કરી પુછપરછ તે સુરતથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું કબુલ્યું હતું. શાહબાઝહુશેન અગાઉ રાજકોટમાં રહેતો ત્યારે 2021માં બી ડીવીઝન પોલીસે 330 ગ્રામ ચરસ સાથે પણ પકડાયો હોવાનું જાણવા મળ્યું છે.
રેંજ આઈજી અશોકકુમાર યાદવ,ડીઆઈજી જયપાલસિંહ રાઠૌડની સુચનાથી રાજકોટ ગ્રામ્ય જીલ્લા એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી સાથે પીએસઆઈ બી.સી.મિયાત્રા ડોગ હેન્ડલર રાજેન્દ્રસિહ રાયજાદા સાથે એસઓજીના એ.એસ.આઇ. જયવિરસિંહ રાણા,ઇન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ નિરંજની, અમીતભાઇ કનેરીયા, અતુલભાઇ ડાભી, વિજયભાઇ વેગડ,હિતેષભાઇ અગ્રાવત,પ્રહલાદસિહ રાઠોડ, શિવરાજભાઇ ખાચર, વિજયગીરી ગૌસ્વામી, ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ,અમુભાઇ વિરડાએ કામગીરી કરી હતી.