મોરબીમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદ
મોરબીમાં રહેતી માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને આજે મોરબી કોર્ટે સજા ફટકારી છે સ્પેશ્યલ જજ (એટ્રોસિટી) અને બીજા એડીશનલ સેસન્સ જજની કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે.
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 08-07-2022ના રોજ ભોગ બનનાર યુવતીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરી માનસિક અસ્થિર હોય જેને માસિક સમય પૂરો થયા બાદ બે મહિના ઉપર વીતી જવા છતાં માસિક ધર્મમાંના થતા મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું અને તે ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું જેથી કોઈએ દીકરીની ઈજ્જત લુંટી હશે તે અંગે તપાસ કરતા જોશનાબેન લોહાણાના ઘરે ત્રણેક માસથી વાસણ અને કચરા પોતા કરવા જતી હતી જેથી જેનો દીકરો જયેશ ઉર્ફે લાલો પર શંકા ગઈ હતી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.જે કેસ સ્પેશ્યલ જજ (એટ્રોસિટી) અને બીજા એડીશનલ સેશન્સ જજ મોરબી વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ આરોપી વિરુદ્ધ અદાલતમાં 11 મૌખિક પુરાવા અને 34 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જયેશ ઉર્ફે લાલો અશ્વિન મીરાણીને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (2) (એલ) મુજબના ગુનામાં આરોપી જયેશ મીરાણી રહે પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ મોરબી વાળાને કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂૂ 2 લાખનો દંડ અને દંડ ભરવામાં કસુર થયે વધુ 3 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. એત્રોસીતી એક્ટની કલમ મુજબ આરોપીને દશ વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 1 લાખનો દંડ અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ હુકમની એક નકલ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીને ગુજરાત વિકટીમ કમ્પેઝીશન (એમેન્ડમેન્ટ) સ્કીમ 2019 અંતર્ગત ભોગ બનનાર ને મળવા પાત્ર વળતર ચુકવવા સંબંધે જરૂૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવા આદેશ કરાયો છે.