રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હળવદ નજીક લાખોની કેમિકલ ચોરીમાં બે પત્રકારોના નામ ખુલ્યા: એકની ધરપકડ

11:49 AM Sep 06, 2024 IST | admin
Advertisement

બીજાને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે: છ મહિનાથી કેમિકલ ચોરી ચાલતી હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું

Advertisement

થોડા સમય પહેલા હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામ પાસે આવેલ આઈમાતા હોટલ સામે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યા શકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કર ઊભું રાખીને તેમાંથી ત્રણ શખ્સો કેમીકલની ચોરી કરી રહ્યા હતા. ત્યારે એલસીબીની ટીમે ત્યાં રેઇડ કરી હતી. ત્યારે કેમિકલ ચોરી કરી રહેલા ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા.

જેથી કરીને શકપડતી મિલ્કત તરીકે પોલીસે ત્યથી ટેન્કર નંબર આરજે 12 ડબલ્યુ 9237, બોલેરો ગાડી નંબર જીજે 27 ટીટી 7634, ટેન્કરમાંથી કાઢેલ 1905 લિટર કેમીકલ, ટેન્કરમાં ભરેલ કેમીકલ 30,700 લિટર, એક મોબાઇલ ફોન અને અન્ય સાધનો મળીને કુલ 63,17,702 નો મુદામાલ કબજે કર્યો હતો. જે બનાવમાં ગાંધીધામના કીડાણા ગામે રહેતા લલીતભાઈ સાંઈબાબા બીરારીસ જાતે પાટીલ (32)એ હળવદ પોલીસ સ્ટેશને ટેન્કર નં.જીજે 12 બીડબલ્યુ 9237નો ડ્રાઇવર ઇમરાન મહેંદીહસન અને બોલેરો પીકઅપ નં જીજે27 ટીટી 7634ના ચાલક તેમજ એક અજાણ્યો ઇસમ આમ ત્રણ સામે ફરિયાદ કરેલ હતી. જેમાં જણાવ્યુ હતું કે, હળવદ નજીક શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યા શક્તિ એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કરને ઊભું રાખીને તેમાંથી એનાલીન કેમીકલ જે ખુબ જ જોખમકારક છે.

તે કેમીકલની વાસ વધુ માત્રામા જો શ્વાસમાં ભળી જાય તો પણ માણસનુ મ્રુત્યુ થઈ શકે તેવુ જાણતા હોવા છતાં પણ ટેન્કરનું શીલ તોડીને બોલેરો પીકઅપમાં રાખવામાં આવેલ 35 લીટરની ક્ષમતાવાળા 1 કેરબામા 4,830ની કિમતનું કેમિકલ કાઢીને કેમિકલની ચોરી કરવામાં આવી હતી. જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પોલીસે બી.એન.એસ. કલમ 316(6)), 110, 54 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. આ કેસની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ કરી રહ્યા હોય તેમના દ્વારા કેમિકલ ચોરીના ગુનામાં બે પત્રકારોની ધરપકડ કરવામાં આવેલ છે.

જેની માહિતી આપતા તપાસનીસ અધિકારી જણાવ્યું હતું કે, કેમિકલ ચોરીના ગુનામાં પત્રકાર મેહુલભાઈ ભરવાડની ગઇકાલે મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. તેને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ નથી અને તેની જામીન અરજીને પણ કોર્ટે રદ કરી છે. જેથી તેને જેલ હવાલે કરવા માટેની કાર્યવાહી કરેલ છે.

આ ગુનામાં બળદેવભાઈ ભરવાડની પણ સાંજે ધરપકડ કરવામાં આવી છે. વધુમાં અધિકારી એવું પણ જણાવ્યું છે કે, પત્રકાર મેહુલભાઈ ભરવાડના મામાનો દીકરો અમદાવાદમાં રહે છે તે પણ આમાં સંડોવાયેલ છે અને છેલ્લા છ મહિના જેટલા સમયથી આ કેમિકલ ચોરી ચાલી રહી હતી. જે બે પત્રકારને કેમિકલ ચોરીના ગુનામાં પકડવામાં આવેલ છે તે બંનેના રોલ વિષે પૂછાતાં અધિકારી જણાવ્યુ હતું કે, હળવદ વિસ્તારમાં ટેન્કર સહિતના વાહનોને ઊભા રાખીને કેમિકલ કાઢવામાં આવે ત્યારે તમામ પ્રકારની સગવડ પૂરી પાડવાનો હતો.

Tags :
gujaratgujarat newsmorbimorbipolicetheft
Advertisement
Next Article
Advertisement