For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાગરિક બેંકના નવ માસિક પરિણામો જાહેર : નફો 106.24 કરોડ નોંધાયો

05:07 PM Jan 01, 2025 IST | Bhumika
નાગરિક બેંકના નવ માસિક પરિણામો જાહેર   નફો 106 24 કરોડ નોંધાયો

સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડયુલ્ડ કો-ઓપરેટીવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નાણાકીય વર્ષ 2024-25ના નવમાસિક પરિણામોમાં બિઝનેશ રૂૂા. 10,450 કરોડ અને નફો રૂૂા. 106.24 કરોડ નોંધાયેલ છે.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલની સંયુક્ત યાદી જણાવે છે કે, ‘31 ડિસેમ્બર 2024ના પૂર્ણ થતાં ત્રીજા ક્વાર્ટરના પરિણામો જોઈએ તો, બિઝનેશ રૂૂા. 10,450 કરોડ, થાપણ રૂૂા. 6,321, ધિરાણ રૂૂા. 4,129, નફો રૂૂા. 106.24 કરોડ છે. સીડી રેશિયો 65.31 ટકા છે. ‘ઝીરો નેટ એન.પી.એ.’ની ગૌરવવંતી સિદ્ધી સતત જાળવી રાખી છે. મળેલ પરિણામોમાં અવિરત પ્રગતિનું પ્રતિબિંબ પડે છે.’

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ લાખથી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવતી બેંક દ્વારા સભાસદ ભેટની કામગીરી સફળતાથી ચાલી રહી છે. મોબાઈલ એપ્લીકેશન RNSB GIFT 2024માં ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ઘેર બેઠા વિતરણની વ્યવસ્થાને કારણે સભાસદોને ઝંઝટ વિના અને સરળતાથી ઘેર બેઠા ભેટ મળી રહી છે. ખૂબ જ ટૂંકા સમયમાં 70 હજારથી વધુ સભાસદોએ સભાસદ ભેટનું રજીસ્ટ્રેશન કરાયેલું છે. વિશેષમાં બેંકે ગત વર્ષે 18 ટકા ડિવીડન્ડ આપ્યું છે. છેલ્લા 11 વર્ષથી સભાસદોને રૂૂા. 1 લાખના વીમાનું સુરક્ષા કવચ આપેલું છે. આવી જ રીતે ગ્રાહક સુવિધાની વાત કરીએ તો, ડિજીટલ બેંકિંગના આ યુગમાં ખાતેદારોને અદ્યતન બેંકિંગ સુવિધા મળી રહે તે માટે મોબાઇલ અને વ્હોટ્સએપ બેકિંગ ઉપલબ્ધ છે.

બેંકની વિવિધ શાખાઓમાં ઈ-લોબી કાર્યરત છે. જેમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) અને પાસબુક પ્રિન્ટર કાર્યરત છે અર્થાત 247365 દિવસ, અવિરત રોકડ જમા કે ઉપાડ અને અન્ય બેંકિંગ કાર્યો કરી શકાય છે. વિશેષમાં, ડીજીટલ ટ્રાન્ઝેકશનના યુગમાં, બેંકમાં થતાં કુલ વ્યવહાર પૈકી 92 ટકા વ્યવહારો ડીજીટલ થાય છે. સાત દાયકાથી જનવિશ્વાસની આરાધના કરતી - પોલીસી ડ્રીવન બેંક્માં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને નાનો અને મધ્યમવર્ગ જ રહે છે અને એટલે જ ’નાના માણસની મોટી બેંક’ સૂત્ર સતત ચરિતાર્થ થાય છે.’બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ શર્મા શ્રેષ્ઠ પરિણામોનો યશ બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિનાં સભ્યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવારજનો અને કર્મઠ કર્મચારીગણને આપતાં સમગ્ર નાગરિક પરિવારનો હ્રદયપૂર્વક આભાર માને છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement