ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈ
રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસ થી ખરીદી શરૂૂ કરવામાં આવી હોય અને હજુ 50% જેટલી જ મગફળીની ખરીદી કરવામાં આવી હોય ત્યાં જ જે નાફેડ અને સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યું હોય ત્યારે વાત કરીએ ધોરાજીની તો ધોરાજીના માર્કેટિંગ અને નાફેડ તથા સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહ્યો હોય તેમાં આજરોજ મગફળી ભરવા માટેના કંતાનો ના હોવાથી મગફળીની ખરીદી આજરોજ બંધ કરવાની ફરજ પડી છે નાફેડાને સરકાર દ્વારા કંતાનો (બારદાન) નો સ્ટોક ખાલી થઈ જવાથી ખેડૂતો નો મગફળીનો ટેકાના ભાવે ખરીદી આજરોજ બંધ રાખવાની ફરજ પડી છે .
જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળેલ છે કારણ કે ખેડૂતો મગફળી લઈને નાફેદ દ્વારા જે ખરીદી થઈ રહી છે ત્યાં સ્થળ પર વાહનો લઈને મગફળી દેવા માટે આવ્યા હોય પણ અચાનક કંનતાનો (બારદાન) ખાલી થઈ જવાથી અચાનક મગફળી ની ખરીદી બંધ કરવી પડી તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી અને જ્યારે કંનતાનો (બારદાન) નો સ્ટોક આવશે ત્યારે પાછી ખરીદી શરૂૂ કરવામાં આવશે તેવુ નાફેડ અધિકારી એ જણાવ્યું હતું હજુ 50% જ એટલી ખરીદી મગફળીની કરવામાં આવી છે ત્યાં જ કંનતાનો (બારદાન) ખાલી થઈ જવાની ફરીયાદ જોવાં મળેલ છે.