સહકારી બેંકોના ધિરાણમાં ઘટાડો થતાં નાબાર્ડ ચિંતિત
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ સહકારી બેંકો દ્વારા ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટ માં જોવા મળી રહેલા ઘટાડાના વલણને ગંભીરતાથી લીધું છે. આ સમસ્યાના ઉકેલ માટે અને ધિરાણ પ્રવાહને ફરીથી વેગ આપવાની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે, નાબાર્ડે 21 નવેમ્બર ના લખનૌમાં આવેલી BIRD (બૈંકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂૂરલ ડેવલપમેન્ટ) સંસ્થા ખાતે નેશનલ લેવલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન મીટ (રાષ્ટ્રીય સ્તરીય પરામર્શ બેઠક) નું આયોજન કર્યું છે. આ બેઠકમાં દેશભરની 50 રાજ્ય સહકારી બેંકો (StCBs) અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) ના મેનેજિંગ ડિરેક્ટર્સ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ ને આમંત્રિત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ભારતના કૃષિ ધિરાણ માળખામાં સહકારી બેંકોનું વર્ચસ્વ પુન:સ્થાપિત કરવા માટે, હાલમાં જ સહકાર સચિવ ડો. આશિષ કુમાર ભુટાનીની અધ્યક્ષતામાં સહકાર મંત્રાલય (MoC) અને નાબાર્ડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક પણ યોજવામાં આવી હતી.
નાણાકીય વર્ષ 2024 માં સહકારી બેંકોએ રૂૂ. 2.3 લાખ કરોડનું કૃષિ ધિરાણ કર્યું હતું, જે કુલ ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટ (રૂૂ. 25.1 લાખ કરોડ) ના 9.2% હતું. આ આંકડો તેમના રૂૂ. 2.6 લાખ કરોડના લક્ષ્યાંક કરતા ઓછો હતો.
તેની સામે કોમર્શિયલ બેંકોનો હિસ્સો 79% અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) નો હિસ્સો 12% રહ્યો હતો.જ્યારે નાણાકીય વર્ષ 2025 માં સહકારી બેંકોનું વિતરણ વધીને રૂૂ. 2.4 લાખ કરોડ થયું છે, પરંતુ કુલ કૃષિ ધિરાણ (રૂૂ. 28.7 લાખ કરોડ) માં તેમનો હિસ્સો ઘટીને 8.4% થઈ ગયો છે.
આ વર્ષે પણ તેઓ રૂૂ. 3.0 લાખ કરોડના લક્ષ્યાંકથી પાછળ રહ્યા છે. કોમર્શિયલ બેંકોનો હિસ્સો વધીને 81% થયો છે, જ્યારે RRBs નો હિસ્સો 10.8% રહ્યો છે.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રના ધિરાણમાં થઈ રહેલા આ ઘટાડાને અટકાવવા અને તેને ફરીથી વૃદ્ધિ તરફ લઈ જવા માટેના પગલાં નક્કી કરવાનો છે.