હળવદમાં કેમિકલ ફેક્ટરીમાં સીઆઈડી તપાસ બાદ પરિણામમાં ઘૂંટાતું રહસ્ય
હળવદ અને ધાંગધ્રા પંથકમાં બે જુદી જુદી કેમિકલ ફેક્ટરીમાં સીઆઈડી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે કેમિકલ કારખાનામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ થાય તો ક્યાં પ્રકારનું કારખાનુ છે કયુ કેમિકલ બની રહ્યું છે તેની મંજૂરી છેકે કેમ? આ બધુ બહાર આવી શકે તેમ છે પરંતુ હળવદમાં શનિવારે થયેલી કામગીરીની હજુ સુધી કોઈ પ્રેસનોટ આવી નથી ત્યારે કેવાં પ્રકારની કામગીરી અને કેવી તપાસ થય છે તેની સામે સવાલો ઉભા થયા છે બીજી તરફ રાજકીય નેતાની ભાગીદારી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ખરેખર રાજકીય નેતાએ સમગ્ર મામલો થાળે પાડી તો નથી દીધો ને તેવી પણ ચર્ચા થઈ રહી છે.
શનિવારે હળવદ પંથકમાં કોયબા પાસે વાડી વિસ્તારમા કેમિકલ કારખાનામાં સીઆઈડીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી હતી આ ટીમ તપાસ કરવા પહોંચી ત્યારે હળવદ પોલીસ પણ પહોંચી હતી અને સીઆઈડી ટીમ દ્વારા કેમિકલના જુદા જુદા સેમ્પલ લેવાયા હતા અને મોડી રાત સુધી તપાસ ચાલી હતી બીજી તરફ આ વાડી વિસ્તારમાં આવેલું કેમિકલનુ કારખાનામાં કેવાં પ્રકારનું છે તેની મંજૂરી અને જીએસટી નંબર, જીપીસીબી સહિતની મંજૂરી લીધી છે કે કેમ તે તપાસમાં બહાર આવશે કે કેમ ? કારણકે શનિવારે થયેલી કામગીરીની કોઈ વિગતો સામે આવી નથી બીજી તરફ આ કારખાનામાં રાજકીય નેતાની સિધી દેખરેખ હોવાની પણ લોકચર્ચા છે અને તેમનાં કહેવાથી કોઈ તપાસમાં અધિકારીઓ પર બંધન તો નથીને?
બીજી તરફ મોરબીમાં આશરે 15 જેટલા કારખાનાઓમાં દરોડો પાડીને લાખોનાં દંડ ફટકારીને સંતોષ માની લેતું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબી હજુ સુધી કેમ મૌન ધારણ કરી લીધું છે હોય તેમ લાગી રહ્યું કારણકે કઈ કેટગરીનુ કારખાનું છે અને શું બની રહ્યું છે અને કેટલાં સમયથી બની રહ્યું છે અને તેની મંજૂરી છેકે કેમ? હાલતો હળવદ પંથકમાં અને ધાંગધ્રા પંથકમાં બે જુદી જુદી કેમિકલ કારખાનામાં સીઆઈડીની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી તેનું પરિણામ શું આવ્યું તેની સૌ પ્રતિક્ષામા છે આ દરોડા બાદ કોઈ લાભ લાલચમાં કે રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી નહીં થય હોય કે શું? તેવી લોકચર્ચા જાગી છે.