જાફરાબાદ પંથકમાં સિંહબાળના ભેદી મોત, રેસ્કયુ ઓપરેશન
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ પંથકમા ત્રણ જેટલા સિંહબાળનાં ભેદી રીતે મોત નિપજતા ફોરેસ્ટ વિભાગ એકશનમા આવ્યુ છે અને આ વિસ્તારમાથી 9 જેટલા સિંહ બાળ સાથે એક સિંહણને ખસેડવા રાતભર રેસ્કયુ ઓપરેશન ચલાવાયુ હતુ.
અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિમ વિસ્તારમાં સિંહબાળમાં કોઈ ભેદી રોગચાળો હોવાની આશંકને લઈ વનવિભાગની ટીમ ગત રાત ભર રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરી જેમાં 9 જેટલા સિંહબાળ 1 સિંહણ આખા ગ્રુપને પાંજરે પૂરવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું જેમાં સિંહબાળ અતિ નબળાય આવી રહી છે ચાલી શકતા ન હતા પડી જતા જાફરાબાદ રેન્જ વનવિભાગને જાણ થતા ટીમ સાથે પોહચી સ્કેનિંગ કરતા સિંહબાળ ગ્રુપની હાલત અતિનાજુક હોવાથી રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કર્યું જેમાં 9 સિંહબાળને પાંજરે પુરી દીધા 1 સિંહબાળ એક સાથે રહેતા હતા આખાય ગ્રુપને પાંજરે પુરી એનિમલ ડોકટર તપાસ કરશે સિંહબાળના રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ 3 ના શંકાસ્પદ રીતે મોત થયા હતા વનવિભાગની ટીમ દ્વારા સિંહબાળના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે સેમ્પલ બાદ કારણ બહાર આવી શકે છે.
સમગ્ર ઘટના અંગે પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ડીસીએફ ધનનજયકુમાર સાધુએ કહ્યું સિંહબાળ રેસ્ક્યુ કર્યા છે બીમાર હતા 2 સિંહબાળ મોત થયા છે 1 સિંહબાળ પણ સાથે છે અન્ય સિંહોના સ્કેનિંગ પણ કરવામાં આવ્યા છે.પકડાયેલા સિંહબાળને ચેક કરી ફરી મુક્ત કરવામાં આવશે.
જાફરાબાદ રેન્જમાં રેવન્યુ સહિત વિસ્તારમાં અન્ય સિંહોમાં કોઈ બીમારી છે કે કેમ.?તે અંગે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે સ્કેનિંગ કરી રહ્યા છે માઇન્સ વિસ્તાર ઉધોગો સિમ વિસ્તારમાં વનવિભાગ સ્કેનિંગ કરી રહ્યા છે મોટા રિંગ પાંજરાથી સિંહોની પાંજરે પુરી રહ્યા છે.
ગુજરાતમાં તાજેતરમાં સિંહોની ગણતરી કર્યા બાદ વનવિભાગ દ્વારા સિંહોના ગણતરીનો આંકડો જાહેર કરવામાં આવ્યો જેમા અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાય છે ત્યારે સિંહોની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે.
ત્યારે સિંહપ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું ગઈ કાલે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 9 સિંહબાળના રેસ્કયુ ઓપરેશન કર્યા ગ્રુપ સાથે જેમાં 1 સિંહણ પણ પકડાઈ છે બે બચાના મોત થયા છે ધારી ગીર પૂર્વ ડીવીઝનમાં અગાવ 2017માં 22થી વધુ સિંહોના બેબસિયાના કારણે મોત થયા હતા અમારી તો એજ માંગણી છે રાજય સરકારને મારી વિનંતી સિંહના સેમ્પલ લેવાય ટેસ્ટ લેવાય લેબોરેટરી થાય કોઈ રોગચાળો તો નથી ને? આની તાત્કાલિક તપાસ કરવામાં આવે.