ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મારી વાત બધા જમીન દલાલોને લાગુ પડતી નથી!

04:18 PM Feb 04, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત રવિવારે કડી તાલુકાના ડેરણ ગામે એક કાર્યક્રમમાં રાજકરણમાં દલાલો વધી ગયાનુ અનેભ ભાજપના નામે લોકો કામ કરાવતા હોવાના કરેલા નિવેદનના ગુજરાતભરમાં રાજકિય પડધા અંતે સોશ્યિલ મીડિયા ઉપર નીતિનભાઇ પટેલે સ્પષ્ટતા કરવી પડી છે. સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ એકસ ઉપર નીતિનભાઇ પટેલે સ્પષ્ટતા કરી છે.

Advertisement

આ નિવેદનને લઇ ભારે ચર્ચા ઉઠતા તેઓએ ટ્વીટ પર લખ્યું હતું કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મે જે વાત કરી છે. એ બધાજ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતાજ તે પણ બધા જાણેજ છે.

રવિવારના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય, હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું, જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરે પાનના ગલ્લા ઉપર, મેઢા ચોકડી હોય, અમારા કડીનો કરણનગર રોડ હોય, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે,ઉમિયા માતાજીના આશીર્વાદ છે.

ભાજપનો ખેસ નાખો અને લૂંટનું લાઈસન્સ મેળવો: કોંગ્રેસ
નિતીન પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા છે તેવું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ભાજપનો ખેસ નાખોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ છે. નીતિન પટેલનું નિવેદન ભાજપનાં ચાલ-ચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચુક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે.

ભાજપના હોદ્દેદારો દલાલ બની ગયા છે : ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે નીતિન ભાઈની વાત સાચી છે. ભાજપના હોદ્દેદારો દલાલ બની ગયા છે. ભાજપના લોકો અધિકારીઓને ડરાવી ધમકાવીને કામ કરાવી લે છે. પોતાના ઘર ભરવા માટે સત્તામાં રહીને અધિકારીઓ પાસે ખોટા કામ કરાવવામાં આવે છે. ભાજપમાં જે લોકો છે તે લોકો લાભાર્થીઓ છે અને તે લોકોને ગુજરાતના લોકોની કે દેશના લોકોની કોઈ ચિંતા નથી. જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે, તેને ભાજપ સરકાર બંધ કરાવે.

Tags :
gujaratgujarat newsNitin PatelPolitics
Advertisement
Next Article
Advertisement