For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારો દીકરો બીજા માળેથી કૂદી પડયો અને બચી ગયો

05:32 PM Jun 13, 2025 IST | Bhumika
મારો દીકરો બીજા માળેથી કૂદી પડયો અને બચી ગયો

ડોકટર હોસ્ટેલમાં લંચ કરવા ગયેલા યુવાનનો ચમત્કારિક બચાવ

Advertisement

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં એક ચમત્કારિક બચાવનો કિસ્સો સામે આવ્યો છે. જે ડોક્ટર્સ હોસ્ટેલ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું, ત્યાં લંચ કરવા ગયેલો એક યુવક બીજા માળેથી કૂદીને આબાદ બચી ગયો છે. તેની માતાએ ન્યૂઝ એજન્સી સમક્ષ આ અંગેની માહિતી આપી.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં રમીલા બેને જણાવ્યું, વિમાન હોસ્ટેલ પર જ ક્રેશ થયું હતું. મારો દીકરો લંચ બ્રેક માટે ત્યાં ગયો હતો. તેને કંઈ થયું નથી. મેં તેની સાથે વાત કરી છે. મારો દીકરો કહી રહ્યો છે કે હું ઠીક છું. તેણે બીજા માળેથી કૂદી પડ્યો, તેથી તેને થોડી ઈજા થઈ છે. હું અંદર જઈશ ત્યારે જ ખબર પડશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભયાવહ દુર્ઘટનામાં પણ કેટલાક લોકોએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement